૧૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ તપ કરે છે તેને ભગવાને બાળવ્રત અને બાળતપ કહ્યાં છે કેમકે એમાં ભગવાન આત્મા હોતો નથી.
હવે કહે છે-‘અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે, તેથી નિષિદ્ધ જ છે; પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું.’
જુઓ, આ શું કહ્યું? કે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, વિષયભોગની વાસના, કામ, ક્રોધ આદિ જે પાપ છે એ તો મોક્ષનું કારણ છે જ નહિ, પણ આ વ્રત, તપ, દાન ઇત્યાદિ શુભકર્મ પણ કર્મસામાન્યમાં આવી જાય છે અને તે પણ મોક્ષનું કારણ નથી, બાધક જ છે, અને તેથી નિષિદ્ધ જ છે. બહુ આકરું લાગે, પણ માર્ગ તો આ જ છે ભાઈ! એકાન્ત છે, એકાન્ત છે એમ લોકો રાડો પાડે પણ શું થાય? એની વર્તમાન લાયકાત એવી છે એટલે એમ કહે, પણ અંદર તો ત્રિકાળી ભગવાન છે ને? પર્યાયમાં ભૂલ છે. (તે સ્વાશ્રયે મટી જશે) અહીં તો સ્પષ્ટ કહ્યું કે શુભકર્મ પણ મોક્ષનું કારણ નથી, બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે. વ્રત, તપ આદિના પરિણામ મોક્ષમાર્ગમાં બાધક જ છે, નિષિદ્ધ જ છે. મતલબ કે એ ધર્મ નહિ, ધર્મનું કારણ પણ નહિ, તેથી નિષેધ કરવા યોગ્ય જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘मोक्षार्थिना इदं समस्तं अपि तत् कर्म एव संन्यस्तव्यम्’ મોક્ષાર્થીએ આ સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે.
મોક્ષાર્થીએ એટલે જેને મોક્ષનું પ્રયોજન છે, જેને પરમાનંદની પ્રાપ્તિનું પ્રયોજન છે તેને સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે. લ્યો, સઘળુંય કર્મ કહ્યું ત્યાં એમાં શું બાકી રહી ગયું? સઘળુંય કહ્યું એમાં પુણ્ય અને પાપ એ બેય આવી ગયાં. પુણ્ય અને પાપ એ બેય ત્યાગવા યોગ્ય છે એમ વાત છે. એ જ કહે છે-
‘संन्यस्ते सति तत्र पुण्यस्य पापस्य वा किल का कथा’ જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત? જ્યાં બધું જ કર્મ છોડવામાં આવે છે ત્યાં પુણ્ય ઠીક અને પાપ અઠીક-એવી વાતને કયાં અવકાશ છે? એવો ભેદ છે જ નહિ, કેમકે જેમ પાપ બંધનું કારણ છે તેમ પુણ્ય પણ બંધનું જ કારણ છે. કર્મમાત્ર ત્યાજ્ય છે એમાં પાપ અને પુણ્ય બન્નેય કર્મસામાન્યમાં આવી ગયાં. હવે આવું આકરું લાગે પણ બાપુ! વીતરાગદેવનો માર્ગ જ વીતરાગની દ્રષ્ટિથી શરુ થાય છે. રાગને કારણે વીતરાગી દ્રષ્ટિ ન થાય; પણ અંદર ત્રિકાળી ભગવાન વીતરાગી દેવ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા વિરાજે છે તેના આશ્રયે વીતરાગી દ્રષ્ટિ એટલે સમ્યગ્દર્શન