Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1646 of 4199

 

સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૮પ થાય છે. એવા જીવને પુણ્ય અને પાપ બન્ને નિષેધવા લાયક છે. યોગીન્દ્રદેવ યોગસારમાં પુણ્યને પણ પાપ કહે છેઃ-

‘‘પાપતત્ત્વને પાપ તો જાણે જગ સહુ કોઈ,
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.’’

તેમ આ અધિકારમાં આચાર્ય જયસેનની ટીકામાં પણ આ વાત આવે છે. છેલ્લે શિષ્યનો પ્રશ્ન છે કે-

‘अत्राह शिष्यः। जीवादिसद्हणम् इत्यादि व्यवहाररत्नत्रयव्याख्यानं कृतं तिष्ठति कथं पापाधिकार इति।’

અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-જીવાદિનું શ્રદ્ધાન વગેરે વ્યવહારરત્નત્રયનું વ્યાખ્યાન-આ તો પાપનો અધિકાર ચાલે છે તેમાં-કયાંથી આવ્યું? કેમકે વ્યવહારરત્નત્રય તો પુણ્ય છે.

‘तत्र परिहारः’ તેનો ઉત્તર (ખુલાસો) આપે છે-

‘यद्यपि व्यवहारमोक्षमार्गो निश्चयरत्नत्रयस्योपादेयभूतस्य कारणभूतत्वादुपादेयः परंपरया जीवस्य पवित्रताकरणात् पवित्रस्तथापि बहिर्द्रव्यालंबनेन पराधीनत्वात्पतति नश्यतीत्येकं कारणं’–

જોકે વ્યવહાર મોક્ષમાર્ગ ઉપાદેયભૂત એવા નિશ્ચયરત્નત્રયનું કારણ હોવાથી વ્યવહારે ઉપાદેય કહેવામાં આવે છે અને પરંપરા જીવની પવિત્રતા કરનારું હોવાથી વ્યવહારે પવિત્ર કહેવામાં આવે છે તોપણ પરદ્રવ્યના અવલંબનથી પરાધીનપણું થવાથી સ્વરૂપથી પતિત થાય છે. એટલે સ્વાધીનતાનો નાશ થાય છે કેમકે શુભરાગમાં પરદ્રવ્યનું અવલંબન છે. આ એક કારણથી નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારરત્નત્રય (પુણ્ય) એ પાપ છે.

‘निर्विकल्पसमाधिरतानां व्यवहारविकल्पालंबनेन स्वरूपात्पतितं भवतीति द्वितीयं कारणम्। इति निश्चयनयापेक्षया पापं।’

નિર્વિકલ્પ સમાધિમાં લીન પુરુષોને વ્યવહારના વિકલ્પના અવલંબનથી સ્વરૂપથી પડવાપણું થાય છે. એમ બીજા કારણથી વ્યવહાર સમકિત, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્રરૂપ કષાયની મંદતા (પુણ્ય) નિશ્ચયનયે તો પાપ છે.

‘अथवा सम्यक्वादिविपक्षभूतानां मिथ्यात्वादीनां व्याख्यानं कृतमिति वा पापाधिकारः।’

અથવા સમ્યક્ત્વાદિથી વિપક્ષ હોવાથી મિથ્યાત્વાદિનો અર્થાત્ પાપનો અધિકાર ચાલે છે. કેમકે વ્યવહારરત્નત્રયનો શુભરાગ સમ્યક્ રત્નત્રયના વીતરાગી પરિણામથી વિરુદ્ધ હોવાથી એ પાપ છે. તેથી પાપ અધિકારમાં લીધેલ છે.