૧૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
અહાહા...! અહીં કહે છે-જ્યાં સમસ્ત કર્મને છોડવામાં આવ્યું છે ત્યાં પુણ્ય અને પાપના ભેદ પાડવા એ શું? સ્વયં આચાર્ય કુંદકુંદદેવે પ્રવચનસાર ગાથા ૭૭ માં કહ્યું છે કે-
જે પુણ્ય અને પાપમાં ફેર નથી એમ નથી માનતો-એટલે કે પુણ્ય અને પાપમાં ફેર નહિ હોવા છતાં ફેર છે એમ માને છે તે મોહથી-મિથ્યાત્વથી ઢંકાયેલો થકો અપાર સંસારમાં રખડે છે. પુણ્ય અને પાપ સામાન્યપણે બન્ને બંધરૂપ હોવા છતાં, પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ જે કોઈ માને છે તે ઘોર સંસારમાં રખડે છે. અહો! માત્ર કુંદકુંદ જ નહિ, સર્વ દિગંબર સંતો આ સનાતન વીતરાગી જૈનદર્શનના પ્રવાહોને જ પોષે છે.
કુંદકુંદાચાર્ય ૨૦૦૦ વર્ષ પહેલાં થયા, અમૃતચંદ્રાચાર્ય ૧૦૦૦ વર્ષ પહેલાં થયા અને તેમની પછી જયસેનાચાર્ય ૯૦૦ વર્ષ પહેલાં થયા. બધાય દિગંબર સંતોનું એક જ કથન છે કે- દેવ-ગુરુ-શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધા, બાર વ્રત કે પાંચ મહાવ્રતના ભાવ અને શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન એ ત્રણે (નિશ્ચયનયની અપેક્ષાએ) પાપ છે. આવી વાત છે બાપા! દિગંબર મુનિરાજ- નાગા બાદશાહથી આઘા. એને કોઈ બાદશાહ કે સમાજની શું પડી છે? સમાજમાં શું પ્રતિક્રિયા થશે? સમાજ માનશે કે નહિ? -એની મુનિરાજને શું પડી છે? આ તો વસ્તુનું સત્ય ઉદ્ઘાટન કર્યું છે. કોઈ માનો કે ન માનો; સૌ સ્વતંત્ર છે.
જે જીવ એમ માને છે કે વ્યવહારના શુભરાગથી ધર્મ થશે અને એનાથી પરંપરાએ મોક્ષ થશે તે જીવ મૂળમાં દર્શનભ્રષ્ટ છે, અને જે દર્શનભ્રષ્ટ છે. તે જ્ઞાન અને ચારિત્ર બધેથી ભ્રષ્ટ છે. અરે ભાઈ! એવો શુભભાવ તો તેં અનંતવાર કર્યો અને નવમી ગ્રૈવેયક ગયો, પણ તે વડે હજીય સમ્યગ્દર્શન ન પામ્યો.
પ્રશ્નઃ– કાળલબ્ધિ પાકે ત્યારે સમકિત થાય ને?
ઉત્તરઃ– ભાઈ! કાળલબ્ધિ-કાળલબ્ધિ એમ તું કહે છે પણ કાળલબ્ધિ તો તું સ્વભાવનો પુરુષાર્થ કરે ત્યારે પાકે ને? કાળલબ્ધિ થઈ એવું સાચું જ્ઞાન કયારે થાય? આ કાળલબ્ધિનો પ્રશ્ન સં. ૧૯૭૨ થી ચાલ્યો હતો. એમ કે ભગવાન કેવળીએ દીઠું હશે ત્યારે થશે. પણ જગતમાં કેવળી ભગવાન છે એની તને પ્રતીતિ છે? જેણે એની પ્રતીતિ કરી હોય તેને ભવભ્રમણ હોય જ નહિ, કેમકે સ્વભાવસન્મુખ થયા વિના કેવળીની પ્રતીતિ થતી જ નથી.
જીવ પોતાના સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ કરે ત્યારે-