સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૮૭
૧. સ્વભાવ આવી ગયો, ૨. સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ આવી ગયો, ૩. તે સમયે પોતાની જે નિર્મળ પર્યાય પ્રગટી તે કાળલબ્ધિ આવી ગઈ. ૪. ભવિતવ્યનો ભાવ આવી ગયો. (જે થવા યોગ્ય હતું તે થયું). પ. કર્મનું નિમિત્ત પણ હઠી ગયું એટલે કર્મનાં ઉપશમાદિ આવી ગયાં. આ પ્રમાણે પાંચે સમવાય સાથે જ હોય છે. આવી વાત છે. બાપુ! વીતરાગના માર્ગની સમજણ કરવી એ મહા પુરુષાર્થ છે. ચારિત્રનો પુરુષાર્થ તો અદ્ભુત અલૌકિક છે જ, પણ એ પહેલાં સમ્યગ્દર્શનનો પુરુષાર્થ પણ મહા અલૌકિક છે.
અહીં કહે છે-જયાં સઘળુંય કર્મ ત્યાજ્ય છે ત્યાં પુણ્ય-પાપના ભેદ શું કરવા? પાપની જેમ પુણ્યભાવરૂપ કર્મ પણ ત્યાજ્ય જ છે કેમકે તે આત્માનું-ચૈતન્યનું કર્મ નથી. નિશ્ચયથી તો જે જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામ-નિર્મળ રત્નત્રયરૂપ પરિણામ થાય તે આત્માનું કર્મ છે, અને ભગવાન આત્મા તેનો કર્તા છે.
વળી દ્રવ્ય કર્તા અને પરિણામ-પર્યાય તેનું કર્મ-એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો પરિણામ પોતે જ પર્યાયનું-પરિણામનું કર્તા-કર્મ-કરણ આદિ છે, દ્રવ્ય-ગુણ નહિ; કેમકે દ્રવ્ય- ગુણ તો અક્રિય છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય ઉપર લક્ષ જાય એટલું જ; બાકી સમ્યગ્દર્શનની પર્યાય પોતે જ તે પરિણામની કર્તા, પોતે જ તે કાર્ય, પોતે જ એનું કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ છે. છએ કારક પર્યાયના પોતાના પોતામાં જ છે. આવી વાત છે; આકરી લાગે તોય સત્ય આ જ છે. પરિણામ સમ્યગ્દર્શનના હોય કે મિથ્યાદર્શનના, એના કર્તાદિ નિમિત્ત પણ નહિ અને દ્રવ્ય-ગુણ પણ નહિ. પર્યાય પોતે જ પોતાના ષટ્કારકભાવને પ્રાપ્ત થઈને સ્વતંત્રપણે પરિણમે છે.
બીજી ચોપડીના પાઠમાં આવતું કે-
લાખો કીડીઓ ભેગી થઈને સાપને ફોલી ખાય. કીડી એમ તો નબળી (ક્ષુદ્ર જંતુ) છે; પણ ભેગી થઈને મોટા સર્પને પણ મારી નાખે. પણ આવું કાંઈ અધ્યાત્મમાં લાગુ ન પડે. જગતમાં મિથ્યાદ્રષ્ટિ ઝાઝા હોય પણ તેથી શું? તેઓ આવી ભગવાનની તત્ત્વની વાત ન માને તેથી આપણને તેમના પ્રતિ વેર ન હોય. અંદર તો બધા જ ભગવાન છે. પર્યાયમાં ભૂલ છે પણ એ તો સ્વરૂપના આશ્રયે નીકળી જવા યોગ્ય છે. અંદર તો બધા જ પૂર્ણાનંદના નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાનરૂપે છે. ચાહે બાળકનો દેહ હો, સ્ત્રીનો દેહ હો, પુરુષનો દેહ હો કે પાવૈયા-હીજડાનો દેહ હો; કીડીનો દેહ