સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૧૩ ભાવના થઈ જાય છે; અને એની ભાવના થતાં મિથ્યાત્વ થાય છે. એનું ફળ બહુ આકરું છે ભાઈ!
અહીં કહે છે કે ચૈતન્યસ્વભાવની ભાવના એટલે એકાગ્રતારૂપ જે દશા પ્રગટી તે પૂર્ણ એકાગ્રતાને સાધે છે. એની સાથે ક્રીડા માંડી છે ને! તેથી તે પૂર્ણ એકાગ્રતા કરશે જ. ગજબની વાત છે! અંતરમાં બેસવી કઠણ છે; જેના ભવના આરા નજીક છે તેને તે ગોઠી જશે.
મિથ્યાદ્રષ્ટિને, ભલે તે વ્યવહારને સાધે તોય નિશ્ચય અસાધ્ય જ છે. પુણ્યના પ્રેમમાં પડયા છે તે અસાધ્ય દશામાં પડયા છે. અરે! તેઓ મહા અસાધ્ય દશામાં-નિગોદમાં જ્યાં અક્ષરના અનંતમા ભાગે ક્ષયોપશમ ખુલ્લો છે ત્યાં જશે! ત્યાં વસ્તુ તો પૂર્ણાનંદસ્વરૂપ પરિપૂર્ણ ચૈતન્યમય છે, પણ પર્યાયમાં ઉઘાડ તો અક્ષરના અનંતમા ભાગે જ છે. અક્ષર એટલે ક્ષય-નાશ ન થાય એવું જે કેવળજ્ઞાન એના અનંતમો ભાગ ત્યાં નિગોદમાં ઉઘાડ રહેવા પામે છે. ભાઈ! જેણે સત્યને આળ દીધાં છે, પોતાના સચ્ચિદાનંદ ભગવાનને આળ દીધાં છે તે આળ દીધેલાની એવી હીન પર્યાય રહે છે કે પોતે જીવ છે એની એને તો ખબર ન મળે પણ બીજા જીવ પણ ‘આ જીવ છે’ એમ માનવા તૈયાર ન રહે. આજે પણ એવા નિગોદના અનંતા જીવ છે જેઓ પોતાની હયાતીને આળ આપતા થકા-આ શરીર તે હું, રાગ તે હું -એમ પરમાં એકત્વબુદ્ધિ કરીને ચિરકાળથી પડેલા છે.
ચોથી ગાથામાં ન આવ્યું? કે ‘સુદપરિચિદાણુભૂદા સવ્વસ્સ...’ નિગોદમાંથી હજુ જે જીવો નીકળ્યા નથી તેમણે રાગની કથા સાંભળી છે એમ ત્યાં કહ્યું. મતલબ કે તેઓ રાગને જ વેદે છે. ત્યાં પણ ક્ષણમાં શુભ, ક્ષણમાં અશુભ-એમ જે પરિણામ થાય છે તેને જ અનુભવે છે, અને ભગવાન આત્મા એકકોર રહી જાય છે.
બાપુ! સત્યનો માર્ગ કોઈ અચિંત્ય અલૌકિક છે. જેના ફળમાં જે અનંતી ભૂતકાળની પર્યાયો ગઈ એનાથી અનંતગણી ભવિષ્યની પર્યાયો અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત આનંદના વેદનયુક્ત પર્યાયો ફળે છે તે મોક્ષનો ઉપાય મહા અલૌકિક છે. અહીં કહે છે-જેને આવો મોક્ષમાર્ગ મળ્યો, જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ તે શુદ્ધનયના બળથી કેવળજ્ઞાન સાથે પરોક્ષ ક્રીડા કરે છે, અને કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે-એટલે કે કેવળજ્ઞાન થતાં શુદ્ધનય પૂર્ણ થાય છે. અહાહા...! એક કળશમાં કેટલી બધી વાત મૂકી છે! શુદ્ધનયના બળે જે કેવળજ્ઞાન સાથે રમત માંડી છે તે રમત પૂરી થયે કેવળજ્ઞાન થઈને રહેશે. અહો! શું અદ્ભુત માર્ગ! અને શું અદ્ભુત દિગંબર સંતોની કથની!
‘પોતાને (જ્ઞાનજ્યોતિને) પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભ એવા