સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૨૯૯
કર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો જ પડે અર્થાત્ નિમિત્તના પ્રમાણમાં જોડાણ થાય જ એવી અત્યારે કેટલાકની માન્યતા છે પરંતુ તે માન્યતા યથાર્થ નથી, ખોટી વિપરીત છે. અરે ભાઈ! કર્મનો ઉદય તો જડ છે અને આત્મા ચેતન છે; બન્ને ભિન્ન ભિન્ન છે, કર્મ આત્માને સ્પર્શતુંય નથી; તો પછી જડકર્મ ચેતનને શું કરે? ચેતનની પર્યાયમાં જે મિથ્યાત્વાદિ છે તે એની જન્મક્ષણ છે, તે પોતાના કાળે પોતાથી છે, કર્મને લીધે છે એમ નથી. જ્યારે પર્યાયમાં વિકાર થાય ત્યારે કર્મના ઉદયને નિમિત્ત કહે છે. એવી રીતે પોતાના શુદ્ધ દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે ત્યાં રાગની મંદતા નિમિત્ત છે, પરંતુ એ નિમિત્ત નૈમિત્તિક એવી સમ્યગ્દર્શનની પર્યાયને ઉત્પન્ન કરે છે એમ નથી. સમ્યગ્દર્શનની પર્યાય નિમિત્તના કારણે કે નિમિત્તના આશ્રયે-અવલંબને ઉત્પન્ન થાય છે એમ નથી. હવે આગળ કહે છે-
‘દ્રવ્યાસ્રવોના ઉદય વિના જીવને આસ્રવભાવ થઈ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાસ્રવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાસ્રવ થાય તે પ્રકારે દ્રવ્યાસ્રવો નવીન બંધના કારણ થાય છે. જીવ ભાવાસ્રવ ન કરે તો તેને નવો બંધ થતો નથી.’
દ્રવ્યાસ્રવોના ઉદય વિના એટલે દ્રવ્યાસ્રવોના ઉદયમાં જોડાયા વિના જીવને આસ્રવભાવ થઈ શકે નહિ. ઉદયમાં જેટલું જીવ સ્વતંત્રપણે જોડાણ કરે છે તેટલો ભાવાસ્રવ થાય છે. કેટલાક લોકો આશયને સમજતા નથી એટલે કહે છે કે આ તો તમારા ઘરની વાત છે. પરંતુ ભાઈ! એમ નથી, બાપુ! એનો આશય જ આ છે. દ્રવ્યાસ્રવોના ઉદય વિના એટલે ઉદયથી ભાવાસ્રવો થાય એમ નહિ, પણ ઉદયકાળે જીવ ઉદયમાં જોડાય છે, જીવનું લક્ષ નિમિત્ત ઉપર જાય છે ત્યારે વિકાર-ભાવાસ્રવો ઉત્પન્ન થાય છે. નિમિત્ત વિના ન થાય એનો અર્થ નિમિત્તથી થાય એમ નથી. (નિમિત્ત વિના ન થાય-એ તો માત્ર નિમિત્તની ઉપસ્થિતિ સૂચવે છે).
અહા! શું થાય? સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરની આ વાણી હમણાં હમણાં ચાલતી ન હોતી એટલે લોકોને એકાંત લાગે છે. પણ જુઓ, આગળ પંડિતજી સ્વયં ખુલાસો કરે છે કે દ્રવ્યાસ્રવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાસ્રવ થાય તે પ્રકારે દ્રવ્યાસ્રવો નવીન બંધનાં કારણ થાય છે; ઉદયના પ્રમાણમાં થાય એમ નહિ. બીજી રીતે કહીએ તો જીવ જે પ્રકારે પોતાના ઉપયોગનું ઉદયમાં જોડાણ કરે તે પ્રકારે દ્રવ્યાસ્રવો બંધનું કારણ થાય છે, જીવને ભાવાસ્રવો જે પ્રકારે થાય છે તે પ્રકારે દ્રવ્યાસ્રવો નવીન બંધનાં કારણ થાય છે. જીવ ભાવાસ્રવ ન કરે તો નવો બંધ થતો નથી. જો કર્મનો ઉદય આવે ત્યારે આસ્રવ અને બંધ થાય જ (વિકાર કરવો જ પડે) એવો નિયમ હોય તો-કર્મનો ઉદય તો સદાય છે અને તો પછી બંધ પણ સદાય થયા જ કરે; પણ એમ છે નહિ. પોતે એમાં