Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1856 of 4199

 

સમયસાર ગાથા ૧૮૪-૧૮પ ] [ ૩૯પ થકું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થકું પણ (અર્થાત્ વિધ્ન કરવામાં આવતાં છતાં પણ) જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, કેમ કે હજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશકય છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી કારણ કે સત્ના નાશનો અસંભવ છે. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો, આક્રમણ પામેલો) હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. અને જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્ય- ચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય છે.

ભાવાર્થઃ– જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે ‘આત્મા કદી

જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી.’ આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ, રાગી, દ્વેષી, મોહી થતો નથી પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે. જેને ભેદવિજ્ઞાન નથી તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માને છે તેથી તે રાગી, દ્વેષી, મોહી થાય છે પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે.

* * *
સમયસાર ગાથા ૧૮૪–૧૮પઃ મથાળુ

હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

શિષ્ય પૂછે છે કે-ભગવાન્! શું ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માનો લાભ થાય એમ એકાન્ત જ છે? ગુરુ ઉત્તર આપે છે કે-હા; ભેદવિજ્ઞાનથી જ આત્મલાભ થાય છે. ભેદવિજ્ઞાનથીય થાય અને રાગથીય આત્મલાભ થાય એમ જો કોઈ માને તો તે યથાર્થ નથી એમ હવે ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

* ગાથા ૧૮૪–૧૮પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના (ભેદવિજ્ઞાનના) સદ્ભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે...’