સમયસાર ગાથા ૧૮૬ ] [ ૪૦૭ શુદ્ધ આત્માને જાણે છે-અનુભવે છે તે શુદ્ધ આત્માને જ પામે છે અર્થાત્ તેને શુદ્ધ આત્માની ઉપલબ્ધિ વડે સંવર જ થાય છે. અને અશુદ્ધ આત્માને જાણતો-અનુભવતો-એટલે કે પર્યાયમાં જે રાગ છે તે અશુદ્ધ આત્મા છે, તેમાં-અશુદ્ધ આત્મામાં એકત્વ કરીને પોતાપણે પરિણમતો તે અશુદ્ધ આત્માને જ પામે છે, અર્થાત્ રાગને જ પામે છે; તેને શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી. જુઓ, જેઓ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, સમ્મેદશિખરની જાત્રા ઇત્યાદિ રાગને જ અનુભવે છે વા તેને ભલો-હિતકારી જાણે છે તેઓ અશુદ્ધ આત્માને જ પામે છે એમ કહે છે. રાગ તે હું અને રાગ મારું કર્તવ્ય એમ જાણે છે તેઓ અશુદ્ધતાને રાગને જ પામે છે.
‘જે સદાય અચ્છિન્નધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, ‘‘જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે’’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ થવાથી, શુદ્ધ આત્માને જ પામે છે.’
જુઓ, ગાથામાં ‘सुद्धं वियाणंतो’ શબ્દ પડયો છે તેનો આ અર્થ કર્યો-કે હું સદાય જ્ઞાનાનંદસ્વભાવમય છું એવું જેને અચ્છિન્નધારાએ-અતૂટધારાવાહી પ્રવાહે જ્ઞાનમય પરિણમન છે અને તે વડે જે સતત શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તેને અશુદ્ધતા જે રાગદ્વેષમોહ તેની સંતતિનો નિરોધ થવાથી શુદ્ધ આત્માની જ પ્રાપ્તિ થાય છે. ‘જ્ઞાનમયભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે’ -એ ન્યાયે એવા જીવને જ્ઞાનમયભાવમાંથી જ્ઞાન, આનંદ અને શાંતિમય ભાવ જ ઉત્પન્ન થાય છે, એને અશુદ્ધતા થતી નથી, રાગાદિ વિકાર થતો નથી.
પ્રશ્નઃ– તો ચરણાનુયોગમાં વ્રતાદિ (રાગ) ના આચરણનું વિધાન છે ને?
ઉત્તરઃ– ભાઈ! ચરણાનુયોગમાં સમ્યગ્દ્રષ્ટિને (આત્માના અનુભવી જીવને) વ્યવહારરત્નત્રયના જે વિકલ્પો આવે છે તેનું ભૂમિકાનુસાર કથન કર્યું છે. જ્ઞાનીને (જ્ઞાનદશાની સાથે) વ્રતાદિના વિકલ્પની દશા હોય છે પરંતુ તેને સ્વભાવના આશ્રયે તેનો નિષેધ વર્તતો હોય છે. સમજાણું કાંઈ...?
રાગીને રાગની એકતામાં અચ્છિન્નધારાએ રાગમય ધારા વહે છે, જ્યારે સમકિતી- જ્ઞાનીને રાગથી ભિન્નતા થવાથી (ભેદવિજ્ઞાન થવાથી) અચ્છિન્ન જ્ઞાનધારા વહે છે. જ્ઞાની સદાય અચ્છિન્નધારાવાહી આત્માની શુદ્ધદ્રષ્ટિપણે પરિણમતો હોવાથી તે અચ્છિન્નપણે શુદ્ધ જ્ઞાનમય પરિણમનને પ્રાપ્ત થાય છે. તેના જ્ઞાન અને આનંદના વેદનરૂપ પરિણમનમાં તૂટ-ભંગ પડતો નથી.
જ્ઞાનમયભાવમાંથી જ્ઞાનમય જ ભાવ થાય છે એ ન્યાયે જ્ઞાનીને નવાં કર્મ આવવાનું જે નિમિત્ત એવા રાગ-દ્વેષ-મોહની સંતતિ-પરંપરાનો નિરોધ થાય છે. લ્યો આ સંવર