Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1887 of 4199

 

૪૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ [कर्मणां संवरेण] કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી, [ज्ञाने नियतम् एतत् ज्ञानं उदितं] જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદ્રય પામ્યું- [बिभ्रत् परमम् तोषं] કે જે જ્ઞાન પરમ સંતોષને (અર્થાત્ પરમ અતીંદ્રિય આનંદને) ધારણ કરે છે, [अमल–आलोकम्] જેનો પ્રકાશ નિર્મળ છે (અર્થાત્ રાગાદિકને લીધે મલિનતા હતી તે હવે નથી), [अम्लानम्] જે અમ્લાન છે (અર્થાત્ ક્ષાયોપશમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે), [एकं] જે એક છે (અર્થાત્ ક્ષયોપશમથી ભેદ હતા તે હવે નથી) અને [शाश्वत–उद्योतम्] જેનો ઉદ્યોત શાશ્વત છે (અર્થાત્ જેનો પ્રકાશ અવિનશ્વર છે). ૧૩૨.

ટીકાઃ– આ રીતે સંવર (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.

ભાવાર્થઃ– રંગ ભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે

નૃત્ય કરી બહાર નીકળી ગયો.

ભેદવિજ્ઞાનકલા પ્રગટૈ તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી,
રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઇમૈ દુઠ કર્મ રુકાહી;
ઉજ્જ્વલ જ્ઞાન પ્રકાશ કરૈ બહુ તોષ ધરે પરમાતમમાહી,
યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં.

આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સંવરનો પ્રરૂપક પાંચમો અંક સમાપ્ત થયો.

* * *
સમયસાર ગાથા ૧૯૦ થી ૧૯૨ મથાળુ

હવે પૂછે છે કે સંવર કયાં ક્રમે થાય છે?

રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં લીનતા કરવી તે સંવર છે. એવા સંવરનો એટલે કે શુદ્ધિની ઉત્પત્તિનો ક્રમ શું છે? તેના ઉત્તરરૂપ ગાથાઓ કહે છેઃ-

*ગાથા ૧૯૦ થી ૧૯૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘પ્રથમ તો જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ જેમનું મૂળ છે એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે, તેઓ રાગદ્વેષ-મોહસ્વરૂપ આસ્રવભાવનાં કારણ છે;...’

ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ, પરમ આનંદ તત્ત્વ છે; તે વિકારી ભાવોથી સદાય ભિન્ન છે. તેને (વિકારથી) ભિન્ન ન માનતાં બન્નેને એક માનવાં તે મિથ્યાત્વરૂપ મહાશલ્ય છે. ભાઈ! આ અનંત તીર્થંકરોનો-કેવળી ભગવંતોનો પોકાર છે. અહાહા...! ગણધરો, ઇન્દ્રો, કરોડો મનુષ્યો અને દેવોની સભામાં ભગવાનની જે દિવ્ય-ધ્વનિ થઈ