સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૩૧ બતાવે છે. ‘પ્રત્યક્ષ’ શબ્દથી શું આશય છે? તો કહે છે કે-રાગરહિત આત્માની જે વીતરાગ દશા પ્રગટ થાય છે તે સંવર પ્રત્યક્ષ છે. હવે કહે છે-
છે.
ભાઈ! વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ રાગ-શુભરાગ છે; એનાથી આત્મોપલબ્ધિ- આત્માનો અનુભવ થતો નથી. દેહાદિ પરથી તો ભિન્ન અને રાગાદિ પરભાવથી-દયા, દાન, વ્રતાદિના રાગથી ભિન્ન પડે ત્યારે આત્માને આત્માની ઉપલબ્ધિ-અનુભવ થાય છે. સંવર છે તે રાગથી સર્વથા-સર્વ પ્રકારે ભિન્ન છે. આવો આત્માનુભવરૂપ સંવર-ધર્મ ભેદવિજ્ઞાનથી જ (રાગથી નહિ) પ્રગટ થાય છે.
લોકો દયા, દાન, વ્રત ભક્તિ ઇત્યાદિ શુભાચરણ કરીને માને છે કે એ વડે કલ્યાણ થશે પરંતુ એ તેમનો ભ્રમ છે. અહીં કહે છે-રાગથી ભેદ કરીને અંતઃએકાગ્રતા વડે આત્માનો અનુભવ કરવો એ સંવર અને ધર્મ છે. ‘एषः’ શબ્દ એમ બતાવે છે કે પ્રત્યક્ષ-સાક્ષાત્ સંવર આત્માના અનુભવથી થાય છે, અન્યથા નહિ.
પંચાસ્તિકાય શાસ્ત્ર, ગાથા ૧૭૨ માં ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે-એમ કહ્યું છે. એ વીતરાગતા કેમ પ્રગટે? તો કહે છે કે-શુભાશુભ રાગથી ભિન્ન પડીને વીતરાગસ્વરૂપ નિજ ભગવાન આત્માનો આશ્રય કરે ત્યારે પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે.
અરે! મોટા ભાગના જીવોને તો આખો દિ’ બાળ-બચ્ચાંની આળપંપાળ અને રળવા- કમાવાની મજુરી કરવા આડે આવી ભેદજ્ઞાનની વાત સાંભળવા પણ મળતી નથી. તેઓ બિચારા શું કરે? કાંઈ ખબર મળે નહિ એટલે ભક્તિ કરે, ઉપવાસ કરે અને વર્ષે દહાડે જાત્રા કરે અને માને કે ધર્મ થઈ ગયો. પણ એથી તો ધૂળેય ધર્મ નહિ થાય, સાંભળને! અહીં તો કહે છે-એ બધા ક્રિયાકાંડ તો રાગ છે, ધર્મ નથી, ધર્મના ઉપાય પણ નથી. એ સર્વ ક્રિયાકાંડથી ભિન્ન પડી અંદર સદા અક્રિય ભગવાન ચૈતન્ય-મહાપ્રભુ બિરાજે છે એક તેનો આશ્રય કરવો તે સંવર-ધર્મ પ્રગટ થવાનો ઉપાય છે. સમજાણું કાંઈ...?
ભાઈ! પરથી નિવૃત્તિ લીધી તે સાચી નિવૃત્તિ નથી. રાગ એ પણ પ્રવૃત્તિ છે. એ રાગથી નિવૃત્તિ થઈ અંદર સ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી એ સમ્યક્ નિવૃત્તિ છે. રાગની પ્રવૃત્તિમાં તો સ્વની પ્રવૃત્તિનો અભાવ છે. જે રાગમાં પ્રવૃત્ત છે તે સ્વરૂપમાં નિવૃત્ત છે અને જે સ્વરૂપમાં પ્રવૃત્ત છે તે રાગથી નિવૃત્ત જ હોય છે. (સ્વરૂપમાં ચરવું એનું નામ સ્વની પ્રવૃત્તિ છે).
પંચમહાવ્રતાદિના વિકલ્પરૂપ જે બાહ્ય આચરણ તેનાથી ભિન્ન પડતાં સ્વવસ્તુ- ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મા પ્રત્યક્ષ જ્ઞાનમાં-અનુભવમાં આવે છે અને ત્યારે એને