Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1918 of 4199

 

સમયસાર ગાથા-૧૯૩ ] [ સંવર પોતાની કાર્યધુરાને બરાબર સંભાળે છે. કહે છે કે-સમસ્ત આગામી-ભવિષ્યનાં કર્મને અત્યંતપણે-અતિશયપણે દૂરથી જ રોકતો સંવર ઊભો છે. આ સંવરની મોટપ છે કે તે મિથ્યાત્વના પરિણામને અને નવાં કર્મને સમીપ આવવા દેતો નથી. અહાહા...! જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાનની નિર્મળ વીતરાગ પરિણતિ પ્રગટ થઈ તે સંવર મહાન્ છે, મહિમાવંત છે. કળશટીકામાં એને સંવરની મોટપ કહી છે. આવી પોતાની મોટપને યથાવત્ જાળવીને નવાં સમસ્ત કર્મને રોકતો સંવર ઊભો છે.

અહાહા...! શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્માની દ્રષ્ટિ થતાં અર્થાત્ રાગથી ભેદ કરીને શુદ્ધ ચૈતન્યની જાગૃતદશારૂપ અનુભવ કરતાં જે સંવર પ્રગટ થયો તે પોતાની કાર્યધુરાને સાવધાના રહી સંભાળતો ઊભો છે; અને તેથી હવે નવાં કર્મ આવતાં નથી. ‘भरतः दूरात् एव निरुन्धन्’ નવાં કર્મને અતિશયપણે દૂરથી જ રોકતો સંવર ઊભો છે. અહાહા...! સંવર પ્રગટ થતાં કર્મ-આસ્રવ અત્યંતપણે રોકાઈ જાય છે. આ સંવરની મોટપ કહેતાં મહિમા છે. લોકમાં ‘આ શેઠ છે’ એમ મહિમા કહે છે ને? તેમ આ નવાં કર્મને દૂરથી જ અતિશયપણે રોકનાર સંવર છે એમ કહીને સંવરનો મહિમા કરે છે. આસ્રવને (મિથ્યાત્વને) ન થવા દે એનું નામ સંવર છે અને તે સંવર પોતાની કાર્યધુરાને બરાબર સંભાળતો ઊભો છે, પ્રગટ વિદ્યમાન છે. હવે આવી વાત ને આવી ભાષા! બાપા! માર્ગ જ આ છે. રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનું ભાન નથી તેને સંવર ને ધર્મ ધર્મ કયાંથી થાય? રાગથી ભિન્ન પડીને જેણે અંતરમાં ભેદજ્ઞાન પ્રગટ કર્યું, શુદ્ધ સ્વરૂપનો આશ્રય કર્યો તેને રાગનો આસ્રવ થતો નથી. રાગ આસ્રવે નહિ (મિથ્યાત્વ આવે નહિ) એ સંવરનું મુખ્ય કાર્ય છે.

અરે! લોકો તો રાગ કર્મને લઈને થાય છે એમ માને છે. પણ ભાઈ! રાગભાવનું થવું તે આત્માના ઊંધા પુરુષાર્થથી છે અને તેનું ન થવું તે આત્માના સવળા પુરુષાર્થથી છે; અને તે સવળો પુરુષાર્થ કર્મથી ને રાગથી ભિન્ન પડે ત્યારે થાય છે. અરે ભાઈ! જો રાગ કર્મને લઈને થતો હોય તો કર્મ ખસે ત્યારે જ સંવર થાય અને તો જીવ રાગને ટાળે ત્યારે સંવર થાય એમ વાત રહે જ નહિ. પરંતુ એમ નથી; રાગથી ભિન્ન પડી અંતઃપુરુષાર્થ કરે ત્યારે સંવર પ્રગટ થાય છે. આ પ્રમાણે આ સંવરની વાત કરી, હવે નિર્જરાની વાત લે છે.

સંવરપૂર્વક નિર્જરા હોય છે, અર્થાત્ જેને સંવર હોય તેને જ નિર્જરા હોય છે. માટે અજ્ઞાનીને નિર્જરા હોતી નથી. જેને રાગના વિકલ્પથી ભિન્ન પડતાં શુદ્ધતાની પ્રાપ્તિ થઈ છે તેને સંવર હોય છે અને તેને નિર્જરા હોય છે. અહીં કહે છે-

‘तु’ અને ‘प्राग्बद्धं’ જે પૂર્વે બંધાયેલું કર્મ છે ‘तत् एव दग्धुम्’ તેને બાળવાને ‘अधुना’ હવે ‘निर्जरा व्याजृम्भते’ નિર્જરા ફેલાય છે.

પૂર્વે બંધાયેલાં જે કર્મ છે તેને બાળતી નિર્જરા ફેલાય છે. અહીં બાળવાનો