૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
‘વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે.’ પોતાના સિવાય પર-રાગાદિક પદાર્થો પ્રત્યે જ્ઞાનીને ઉદાસીનતા-વૈરાગ્ય હોય છે અને તે વૈરાગ્ય નિર્જરાનો હેતુ છે. આ ગાથામાં દ્રવ્યનિર્જરાની વાત છે. જ્ઞાનીને દ્રવ્ય-કર્મ ખરી જાય છે ને? તેની અહીં વાત છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માની રુચિનું જેને પરિણમન થયું છે એવા જ્ઞાનીને ઇન્દ્રિયોના ભોગોમાં રુચિ નથી; જ્ઞાનીને વિષયોની અને વિષયોના રાગની રુચિ નથી.
તો જ્ઞાનીને ઉપભોગ-જીવાદિ વિષયોનો ઉપભોગ-નિર્જરાનો હેતુ કેવી રીતે છે? જ્ઞાનીને રાગની રુચિ નથી; એટલે શું? અહાહા...! જેને નિર્મળ નિજ જ્ઞાયકભાવમાં સુખબુદ્ધિ પ્રગટ થઈ છે એવા જ્ઞાનીને રાગમાં સુખબુદ્ધિ નથી. ઝીણી વાત છે ભાઈ! સમકિતીને શુભાશુભ રાગ હોય છે પણ એ રાગનો આદર નથી, એ રાગમાં પ્રેમ-રુચિ નથી; અંતરમાં શુદ્ધ જ્ઞાયકમાં દ્રષ્ટિ ભળવાથી તેને રાગનું પોસાણ નથી. તથાપિ નબળાઈને લીધે કિંચિત્ રાગ તેને થાય છે, દ્રષ્ટિની પ્રધાનતામાં તેને (મિથ્યાત્વ સંબંધી) રાગદ્વેષ નહિ થતા હોવાથી ઉપભોગ નવા બંધનું નિમિત્ત થતા નથી અને દ્રવ્યકર્મ તે કાળમાં નિર્જરી જાય છે તેથી જ્ઞાનીને ઉપભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. શાસ્ત્રમાં જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ ગ્રહણ કરવું જોઈએ.
હવે કહે છે-‘રાગાદિભાવોના સદ્ભાવથી મિથ્યાદ્રષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે;...
જુઓ, શું કહે છે? કે મિથ્યાદ્રષ્ટિને રાગાદિભાવોનો સદ્ભાવ હોય છે. તેને પર પદાર્થ પ્રત્યે રાગ છે. એટલું જ નહિ પણ તેને રાગનો રાગ-પ્રેમ છે તેથી તેને રાગ- દ્વેષાદિ-ભાવો હયાત છે. જેની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્ય પર નથી એવા પર્યાયબુદ્ધિ મિથ્યાદ્રષ્ટિની દ્રષ્ટિ રાગ પર છે, પર્યાય પર છે અને તેથી તેને રાગાદિભાવોનો સદ્ભાવ હોય છે. રાગાદિભાવોનો સદ્ભાવ હોવાથી મિથ્યાદ્રષ્ટિને ચેતન અને અચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે. અચેતન એટલે શરીરાદિ અને ચેતન એટલે સ્ત્રીનો આત્મા ઇત્યાદિ દ્રવ્યોનો ઉપભોગ રાગાદિની હયાતીમાં બંધનું જ નિમિત્ત થાય છે. પાઠમાં ‘चेदणाणमिदराणं’ ચેતન, અચેતન એમ બેય પ્રકાર લીધા છે.
અહાહા...! ચૈતન્યમૂર્તિ, અતીન્દ્રિય આનંદનો રસકંદ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા અનાકુળ આનંદનું સત્વ છે. હવે આવા નિજ સ્વરૂપની જેને રુચિ નથી, તેના પ્રતિ જેનું વલણ-ઝુકાવ નથી તે મિથ્યાદ્રષ્ટિ છે. તેને પુણ્ય-પાપના ભાવ અને વર્તમાન પર્યાયની રુચિ હોવાથી રાગાદિભાવોની હયાતી છે. રાગાદિભાવો હયાત હોતાં અજ્ઞાનીને ચેતન- અચેતન પરદ્રવ્યોનો ઉપભોગ-ભોગવવાના પરિણામ નવા બંધનું નિમિત્ત થાય છે. જ્યારે