तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि।। १९४।।
એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઇ જાય છે. ૧૯૪.
સુખ અથવા દુઃખ [नियमात्] નિયમથી [जायते] ઉત્પન્ન થાય છે; [उदीर्ण] ઉદય થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા [तत् सुखदुःखम्] તે સુખદુઃખને [वेदयते] વેદે છે- અનુભવે છે, [अथ] પછી [निर्जरां याति] તે (સુખદુઃખરૂપ ભાવ) નિર્જરી જાય છે.
ટીકાઃ– પરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા-એ બે પ્રકારોને અતિક્રમતું નથી (અર્થાત્ વેદન બે પ્રકારનું જ છે-શાતારૂપ અને અશાતારૂપ). જ્યારે તે (સુખરૂપ અથવા દુઃખરૂપ) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાદ્રષ્ટિને, રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું નિમિત્ત થઇને (તે ભાવ) નિર્જરતાં છતાં (ખરેખર) નહિ નિર્જર્યો થકો, બંધ જ થાય છે; પરંતુ સમ્યગ્દ્રષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી (ખરેખર) નિર્જર્યો થકો, નિર્જરા જ થાય છે.
ભાવાર્થઃ– પરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાદ્રષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે તેથી તેને નિર્જર્યો કહી શકાતો નથી; માટે મિથ્યાદ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે. સમ્યગ્દ્રષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી