૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ હતી. અહીં આ ગાથામાં તેને જે અશુદ્ધતા થઈ તે ખરી જાય છે એની વાત છે.
નિર્જરા થાય છે એમ માનીએ છીએ.
ઉત્તરઃ– ભાઈ! તું જેને ઉપવાસ કહે છે એનાથી તો ધૂળેય નિર્જરા નથી, સાંભળને; ઉપવાસ કરવાનો ભાવ તો રાગ છે અને રાગથી તો નિર્જરા નહિ, બંધન થાય છે. ઉપવાસ તો સત્યાર્થ એને કહીએ કે-ઉપ નામ સમીપ અને વાસ એટલે વસવું; અહાહા...! આનંદસ્વરૂપ નિજ આત્મામાં વસવું-ઠરવું એને ઉપવાસ કહે છે. બાકી તો બધા અપવાસ- અપ એટલે માઠા વાસ છે. રોટલા-પાણી છોડવાં એને અજ્ઞાની ઉપવાસ કહે છે પણ એ તો રાગમાં વસેલો (વાસ) અપવાસ છે, માઠો વાસ છે.
અહા! અહીં ભાષા એવી લીધી છે કે-‘પરદ્રવ્ય ભોગવવામાં આવતાં’... , જો કે પરદ્રવ્યને આત્મા ભોગવી શકતો નથી, પણ તેને એવો રાગ-સુખદુઃખની કલ્પના થાય છે અને તે કાળે પરદ્રવ્યમાં જે ચેષ્ટા-ક્રિયા થવા યોગ્ય હોય તે થાય છે. તેને ‘પરદ્રવ્યને ભોગવે છે’ એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ધર્મી જીવ જેને જ્ઞાનાનંદસ્વભાવી નિજ ચૈતન્યમય વસ્તુની ઓળખ-પ્રતીતિ થઈ છે તેને કંઈક રાગ આવે છે છતાં દ્રષ્ટિની અપેક્ષાએ તેને તે ભોગવતો નથી. દ્રષ્ટિનો વિષય પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છે અને એવા આત્મદ્રવ્યનો જેને આશ્રય થયો છે તે જ્ઞાની તો આત્માના આનંદને જ ભોગવે છે. દ્રષ્ટિ નિર્વિકલ્પ છે અને તેનો વિષય પણ ધ્રુવ નિર્વિકલ્પ ચૈતન્ય જ છે. તેથી દ્રષ્ટિની અપેક્ષાએ જ્ઞાની આત્મા રાગને-સુખદુઃખની કલ્પનાને કરતોય નથી અને ભોગવતોય નથી, અર્થાત્ જ્ઞાનીને રાગદ્વેષ થતા જ નથી, અસ્થિરતાય થતી નથી. (આ દ્રષ્ટિ અપેક્ષાએ વાત છે).
પરંતુ અહીં એમ સિદ્ધાંત કહે છે કે-પરદ્રવ્યને ભોગવવામાં આવતાં તેના નિમિત્તે સુખરૂપ-દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી ઉદય થાય છે, અર્થાત્ પર્યાયમાં જરી સુખ દુઃખની કલ્પના-અશુદ્ધતા ઉત્પન્ન થાય છે કારણ કે વેદન શાતા અને અશાતાના બે પ્રકારોને અતિક્રમતું નથી. જોકે વેદન ખરેખર શાતા કે અશાતાના ઉદયને લઈને થાય છે એમ નથી પણ વેદનમાં શાતા કે અશાતાનો ઉદય નિમિત્ત છે એમ અહીં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. અહા! શાતાના ઉદયમાં સુખરૂપ કલ્પના અને અશાતાના ઉદયમાં દુઃખરૂપ કલ્પના જ્ઞાનીને પણ પર્યાયમાં થાય છે એમ કહે છે. અહા! જન્મ-મરણથી રહિત થવાનો માર્ગ બહુ ઝીણો છે, ભાઈ!
હવે કહે છે-‘જ્યારે તે (સુખરૂપ અથવા દુઃખરૂપ) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાદ્રષ્ટિને, રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું નિમિત્ત થઈને (તે ભાવ) નિર્જરતાં છતાં (ખરેખર) નહિ નિર્જર્યો થકો, બંધ જ થાય છે;...’