સમયસાર ગાથા-૧૯૪ ] [ ૨૩
અહીં ‘વેદાય છે’ એમ કહ્યું એનો અર્થ ભોગવાય છે એમ થાય છે. ‘વેદાય છે’ એટલે જાણવામાં આવે છે એવો અર્થ પણ થાય છે પણ અહીં એ અર્થ નથી, અહીં તો ભોગવવામાં આવે છે એમ અર્થ છે. પરદ્રવ્ય ભોગવવામાં આવતાં પર્યાયમાં જરી સુખદુઃખની ક્ષણિક અશુદ્ધ પરિણતિ થાય છે અને તેથી સુખ-દુઃખરૂપ ભાવ વેદાય છે એમ કહ્યું છે. હવે જ્યારે તે ભાવ વેદાય છે ત્યારે જેની દ્રષ્ટિ રાગ ઉપર જ પડી છે એવા મિથ્યાદ્રષ્ટિને રાગાદિભાવોના સદ્ભાવને લીધે બંધ જ થાય છે.
ઝીણી વાત છે, પ્રભુ! જેને શુભાશુભ રાગમાં ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ છે, તથા શુભ- રાગમાં મીઠાશ અને સુખબુદ્ધિ છે તે અજ્ઞાની છે. આવો અજ્ઞાની જીવ, પદાર્થોને ભોગવતો થકો સુખ-દુઃખની કલ્પનાના કાળે, તેમાંથી મીઠાશ-મઝા આવે છે એમ માનતો થકો, રાગાદિભાવોનો સદ્ભાવ હોવાથી, બંધાય છે. મિથ્યાદ્રષ્ટિને (સ્વરૂપમાં) આત્મભાવ પ્રગટયો નથી તેથી તેને રાગદ્વેષમોહની હયાતી છે. આથી તેને ઉપભોગમાં થતા સુખ- દુઃખની કલ્પનાના ભાવ નવા કર્મબંધનું નિમિત્ત થાય છે અર્થાત્ તેને સુખ-દુઃખની કલ્પના કાળે જે રાગ-દ્વેષ થાય છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. આથી મિથ્યાદ્રષ્ટિને, તે સુખ-દુઃખનો ભાવ નિર્જરવા છતાં નહિ નિર્જર્યો થકો, બંધ જ થાય છે. સત્તામાંથી જે કર્મનો ઉદય આવ્યો છે તે તો ખરી જ જાય છે, જ્ઞાની કે અજ્ઞાની-કોઈને પણ ખરી જ જાય છે; પરંતુ અજ્ઞાનીને મિથ્યાત્વ અને રાગદ્વેષ હયાત-જીવતા હોવાથી તે પરિણામ નવા કર્મબંધનનું નિમિત્ત થાય છે.
શું કહે છે? કે જે કોઈ કર્મનો-શાતા કે અશાતાનો-ઉદય જે સમયે આવે છે તે સમયે જીવને સુખદુઃખની અવસ્થા થાય છે અને તેનું તેને વેદન પણ હોય છે. પરંતુ તે વેદનના કાળે, અજ્ઞાનીને તેમાં મીઠાશ ને સુખબુદ્ધિ છે. આ કારણે તેને રાગ-દ્વેષ હયાત હોવાથી તે પરિણામ તેને નવાં દર્શનમોહનીય આદિ કર્મબંધનું નિમિત્ત થાય છે.
અરે! એણે પોતાની અંદર કદી ભાળ્યું નથી! જો અંદર જુએ તો આખો વીતરાગતાનો પિંડ પ્રભુ આત્મા જણાય અને તો રાગરહિત વીતરાગ પરિણતિ પ્રગટ થાય. લ્યો, આ સર્વ કથનનું તાત્પર્ય કહ્યું. પંચાસ્તિકાયમાં આવે છે કે ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. (ગાથા ૧૭૨ ટીકા). પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ વીતરાગતાનું પ્રયોજન પ્રગટ કરે તે જૈનશાસ્ત્ર છે એમ કહ્યું છે. ચારે અનુયોગ વીતરાગતાને જ પુષ્ટ કરે છે. ચરણાનુયોગમાં ભલે વ્રતાદિ રાગની વાત આવે, તેમાં પણ રાગના પોષણની વાત નથી પણ ક્રમશઃ રાગના અભાવની જ ત્યાં વાત છે. (અજ્ઞાની- રાગી શાસ્ત્રમાંથી પણ રાગ ગોતી કાઢે એવી એની આદત છે).
અહીં કહે છે-અજ્ઞાનીને જે વખતે સુખ-દુઃખની કલ્પના થાય છે તે વખતે તેને તેમાં ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ થવાથી મિથ્યાત્વસહિત અનંતાનુબંધી રાગ-દ્વેષના પરિણામ