पोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झदे णाणी।। १९५।।
पुद्गलकर्मण उदयं तथा भुङ्क्ते नैव बध्यते ज्ञानी।। १९५।।
ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯પ.
ભોગવતો અર્થાત્ ખાતો છતો [मरणम् न उपयाति] મરણ પામતો નથી, [तथा] તેમ [ज्ञानी] જ્ઞાની [पुद्गलकर्मणः] પુદ્ગલકર્મના [उदयं] ઉદયને [भुङ्क्ते] ભોગવે છે તોપણ [न एव बध्यते] બંધાતો નથી.
ટીકાઃ– જેમ કોઇ વિષવૈદ્ય, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ (રામબાણ) વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઇ ગઈ હોવાથી, મરતો નથી, તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ જે પુદ્ગલકર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનોે અભાવ હોતાં (-હોઇને) કર્મોદયની શક્તિ રોકાઇ ગઇ હોવાથી, બંધાતો નથી.
ભાવાર્થઃ– જેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષદ્ય આદિ પોતાની વિદ્યાના સામર્થ્યથી વિષના મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે સમ્યગ્જ્ઞાનનું સામર્થ્ય કહ્યું.