૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
તો અહીં કહ્યું છે ને? હા, પણ એ તો જ્ઞાનીને ભોગની રુચિ નથી પણ અંદર ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન નિર્મળ આનંદની રુચિ જામી ગઈ છે તેથી એમ કહ્યું છે. જ્ઞાનીને રાગની રુચિનો અભાવ અને સ્વરૂપની રુચિનો સદ્ભાવ થયો છે અને તે કારણે તેને બંધની શક્તિ રોકાઈ ગઈ છે. તેથી કહ્યું કે જ્ઞાની કર્મોદયને ભોગવતો છતો, રાગાદિનો અભાવ હોવાથી કર્મોથી બંધાતો નથી. સમજાણું કાંઈ...?
‘જેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિદ્યાના સામર્થ્યથી વિષની મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી.’
અહાહા...! જુઓ, આ કેવું દ્રષ્ટાંત આપ્યું છે! કહે છે-વૈદ્ય પોતાના મંત્ર, તંત્ર આદિ સિદ્ધિઓના સામર્થ્ય વડે ઝેરમાં રહેલી મરણ નીપજાવવાની શક્તિનો નાશ કરે છે, અને તેથી ઝેર ખાવા છતાં તેનું મરણ થતું નથી. આથી એમ ન સમજવું કે ઝેર ખાવાથી હરકોઈને મરણ ન થાય, આ તો વૈદ્યને જે શક્તિવિશેષ પ્રગટ થઈ છે એનો પ્રભાવ અહીં દર્શાવ્યો છે. તેમ જ્ઞાનીને અંતર્દ્રષ્ટિ વડે એવી જ્ઞાનની શક્તિ-વિશેષ પ્રગટ થઈ છે કે કર્મોદયની નવીન બંધ કરવાની શક્તિનો તે અભાવ કરી દે છે. જ્ઞાનીને ભોગ પ્રતિ હેયબુદ્ધિ છે જે વડે તે કર્મોદયની બંધ કરવાની શક્તિનો નાશ કરે છે. તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી નવીન કર્મબંધ થતો નથી.
ત્યારે કોઈ (અજ્ઞાનીઓ) કહે છે-જુઓ! જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે! આવી નિરંકુશ ભોગની વાત! ગજબ છે ને?
ભાઈ! આ તો ભગવાન કુંદકુંદાચાર્ય આમ કહે છે. આ કઈ અપેક્ષાથી વાત છે તે યથાર્થ સમજવી જોઈએ. શું ભોગ કરવો એવો એનો અર્થ (અભિપ્રાય) છે? જ્ઞાનીને ભોગમાં નિર્જરા થાય છે એ તો બીજી અપેક્ષાથી વાત છે. જ્ઞાનીને ભોગનો વિકલ્પ આવે છે પણ ભોગમાં તેને ઉપાદેયબુદ્ધિ નથી, ભોગથી મને હિત છે, સુખ છે-એવી બુદ્ધિ એને ચાલી ગઈ છે. ધર્મીને જે રાગની રુચિ નથી, રાગમાં એકત્વ નથી તે એને પ્રગટ થયેલા જ્ઞાનનું-ભેદજ્ઞાનનું સામર્થ્ય છે. અને તે જ્ઞાનના મહા આશ્ચર્યકારી સામર્થ્ય વડે તે કર્મોદયની બંધ કરવાની શક્તિને હણી નાખે છે. મતલબ કે જ્ઞાનીને ભોગમાં ઉપાદેયપણાની બુદ્ધિ નહિ હોવાથી ભોગનો ભાવ નવો બંધ કર્યા