Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1950 of 4199

 

સમયસાર ગાથા-૧૯પ ] [ ૩૭ કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી-નવો કર્મબંધ થતો નથી. જુઓ, આ ભગવાનની, સંતોની વાણી છે.

-આ પ્રમાણે સમ્યગ્જ્ઞાનનું સામર્થ્ય કહ્યું. સમ્યગ્જ્ઞાન કહેતાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું જ્ઞાન. જે પર્યાયમાં પરિપૂર્ણ આખી ચીજનું જ્ઞાન આવે છે તેને સમ્યગ્જ્ઞાન અર્થાત્ સત્-જ્ઞાન કહે છે અને આ જ્ઞાનનું એવું પરમ અદ્ભુત સામર્થ્ય છે કે રાગને ભોગવતો છતો જ્ઞાની, તેનાં રસ-રુચિ નહિ હોવાથી, બંધાતો નથી.

[પ્રવચન નં. ૨૬પ (શેષ), ૨૬૬ *દિનાંક ૧૮-૧૨-૭૬ અને ૧૯-૧૨-૭૬]