अथ वैराग्यसामर्थ्य दर्शयति–
स्वं फलं विषयसेवनस्य ना।
ज्ञानवैभवविरागताबलात्
सेवकोऽपि तदसावसेवकः।। १३५।।
અરતિભાવે (અપ્રીતિથી) [पिबन्] પીતો થકો [न माद्यति] મત્ત થતો નથી, [तथा एव] તેવી જ રીતે [ज्ञानी अपि] જ્ઞાની પણ [द्रव्योपभोगे] દ્રવ્યના ઉપભોગ પ્રત્યે [अरतः] અરત (અર્થાત્ વૈરાગ્યભાવે) વર્તતો થકો [न बध्यते] (કર્મોથી) બંધાતો નથી.
ટીકાઃ–જેમ કોઇ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્ત્યો છે એવો વર્તતો થકો, મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી, તેમ જ્ઞાની પણ, રાગાદિભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્ત્યો છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતાં છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી.
ભાવાર્થઃ–એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી.
હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–[यत्] કારણ કે [ना] આ (જ્ઞાની) પુરુષ [विषयसेवने अपि]