૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
ભાઈ! તું અનાદિથી દુઃખના પંથે પડેલો છું. રાગ અને નિમિત્ત મારી ચીજ છે એમ માનીને તું મિથ્યાત્વભાવના સેવનમાં અનાદિથી પડેલો છું; અને તેથી ૮૪ લાખ યોનિને સ્પર્શ કરીને અનંત અનંતવાર જન્મ-મરણ કરી-કરીને ભવસિંધુમાં ડૂબી રહ્યો છું. તે ભવસિંધુને પાર કરવા ભગવાન! તું નિજ ચૈતન્યસિંધુને જગાડ. અહાહા...! નાથ! તું ચૈતન્યસિંધુ ભગવાન છો. ‘સુદ્ધ ચેતનાસિંધુ હમારૌ રૂપ હૈ’ એમ સમયસાર નાટકમાં આવે છે ને? ત્યાં કહ્યું છે કે-
મોહકર્મ મમ નાંહિ નાંહિ, ભ્રમકૂપ હૈ,
સુદ્ધ ચેતનાસિંધુ હમારો રૂપ હૈ.”
સંસારમાં જેને વિચિક્ષણ કહે છે એ તો બધા મૂર્ખ છે. એની અહીં વાત નથી. અહીં તો જેને આત્માનુભવ પ્રગટ થયો છે તે સમકિતી ધર્મીજીવ વિચિક્ષણ પુરુષ છે એમ વાત છે. એવો ધર્મી વિચિક્ષણ પુરુષ એમ જાણે છે કે-હું સદાય એક છું, જ્ઞાન અને આનંદના રસથી ભરેલો છું. આ રાગાદિભાવ તે હું નહિ, એ તો ભ્રમણાનો કૂવો છે. તે મારા સ્વરૂપમાં કયાં છે? નથી. શુદ્ધ ચૈતન્યનો દરિયો તે મારું રૂપ-સ્વરૂપ છે. આમ ભવસિંધુને પાર કરવા જ્ઞાની પુરુષ પોતાના સ્વરૂપને-શુદ્ધ-ચેતનાસિંધુને અવલંબે છે.
અહીં કહે છે-જ્યાં દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં શુદ્ધચેતના માત્ર વસ્તુ જણાઈ ત્યાં તેના અનાકુળ સ્વાદ આગળ, વિષયસેવન કરવા છતાં વિષયસેવનનું ફળ જે રાગરંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી, વેદતો નથી. કેમ? કારણ કે તેને જ્ઞાનવૈભવ અને વિરાગતાનું બળ પ્રગટ થયું છે. આ બહારની ધૂળની (ધન-સંપત્તિની) ચમક દેખાય તે વૈભવ નહિ; એ તો બધી સ્મશાનના હાડકાંના ફોસ્ફરસની ચમક જેવી ચમક છે. અજ્ઞાનીઓ તેમાં આકર્ષાય છે પરંતુ જ્ઞાની પુરુષો તો એનાથી ઉદાસીન રહે છે. જ્ઞાનીને તો અંદર સ્વસંવેદનમાં આનંદનો નાથ ત્રિકાળી ભગવાન જણાયો તે જ્ઞાન-વૈભવ છે. આવા જ્ઞાનવૈભવ અને વિરાગતાના બળથી જ્ઞાની વિષયને સેવતો છતો તેના ફળને- રંજિત પરિણામને પામતો નથી. સૂક્ષ્મ વાત છે, ભાઈ!
અજ્ઞાનીઓ કહે છે-નિમિત્તથી આત્મામાં કાંઈક (કાર્ય) થાય છે એમ માનો તો સાચું. જુઓ, શાસ્ત્રમાં, પણ આવે છે કે મોહનીય કર્મના નિમિત્તથી જીવને રાગાદિ થાય છે.
સમાધાનઃ– ભાઈ! નિમિત્તથી-કર્મથી આત્મામાં કાંઈ પણ થતું નથી. જીવમાં જે કાર્ય થાય છે તે પોતાથી થાય છે. નિમિત્તથી થાય છે એમ જે શાસ્ત્રમાં આવે છે