Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1976 of 4199

 

સમયસાર ગાથા-૧૯૮ ] [ ૬૩

યાદ કેમ ન રહે? ભગવાન! તું જ્ઞાનસ્વરૂપ આત્મા છો કે નહિ? આ તો બહુ ટૂંકુ છે કે-સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવ સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને પર જાણે છે ને પોતાને એક જ્ઞાયકભાવ જ જાણે છે. અહાહા...! જ્ઞાનીને જે વ્રત, તપ, દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો રાગ આવે છે તેને તે પોતાના સ્વરૂપથી બહાર પર જાણે છે; પોતે તો એક જ્ઞાયકસ્વરૂપ જ છે-બસ એમ જ અનુભવે છે. વ્રતાદિના ભાવ તે ધર્મનું કે ધર્મીનું સ્વરૂપ જ નથી.

[પ્રવચન નં. ૨૬૮ (ચાલુ)*દિનાંક ૨૧-૧૨-૭૬]