Pravachan Ratnakar (Gujarati). Gatha: 199.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1977 of 4199

 

ગાથા–૧૯૯
सम्यग्द्रष्टिर्विशेषेण तु स्वपरावेवं जानाति–
पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो।
ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को।। १९९।।
पुद्गलकर्म रागस्तस्य विपाकोदयो भवति एषः।
न त्वेष मम भावो ज्ञायकभावः खल्वहमेकः।। १९९।।
હવે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ કહે છેઃ-
પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ,
આ છે નહિ મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯.
ગાથાર્થઃ– [रागः] રાગ [पुद्गलकर्म] પુદ્ગલકર્મ છે, [तस्य] તેનો

[विपाकोदयः] વિપાકરૂપ ઉદય [एषः भवति] આ છે, [एषः] [मम भावः] મારો ભાવ [न तु] નથી; [अहम्] હું તો [खलु] નિશ્ચયથી [एकः] એક [ज्ञायकभावः] જ્ઞાયકભાવ છું.

ટીકાઃ–ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. (આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે).

વળી આ જ પ્રમાણે ‘રાગ’ પદ બદલીને તેની જગ્યાએ દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન અને સ્પર્શન-એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં (-કહેવાં) અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.

*
સમયસાર ગાથા ૧૯૯ઃ મથાળું

હવે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ કહે છેઃ-

* ગાથા ૧૯૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી...’