Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1981 of 4199

 

૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ પોતાનો અપરાધ છે. વિકારની પર્યાય જ વિકારને કરે છે, તે નથી કર્મથી થયો કે નથી દ્રવ્ય-ગુણથી થયો. માટે વિકાર થાય છે એમાં કર્મનું તો કાંઈ કાર્ય નથી.

પણ એ તો અભિન્નની (અભિન્ન કારકોની) વાત છે? હા, પણ અભિન્ન એટલે શું? પોતાથી વિકાર થયો છે એનું જ નામ અભિન્ન છે; તે કાંઈ ભિન્ન વસ્તુથી (કર્મથી) થયો છે એમ છે નહિ. જ્યારે અહીં અપેક્ષા બીજી છે. અહીં તો પર્યાયમાં જે વિકાર થાય છે તે ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્માનો સ્વભાવ નથી. ત્રિકાળી ચીજ જે સચ્ચિદાનંદમય અનાકુળ આનંદસ્વરૂપ, અકષાયસ્વરૂપ પ્રભુ આત્મા છે તેમાં રાગ નથી. તેની દ્રષ્ટિમાં રાગ પૃથક્ રહી જાય છે તેથી તેને પુદ્ગલનું કાર્ય ગણી તેના ઉપરની દ્રષ્ટિ છોડાવી છે અને સ્વભાવની દ્રષ્ટિ કરાવી છે.

અહાહા...! ભાષા તો જુઓ! ‘તેના ઉદયના વિપાકથી’... કોના વિપાકથી? કે પુદ્ગલકર્મ જે જડ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. તે (- રાગ) સ્વભાવ નથી તે બતાવવા આમ કહ્યું છે. એક સમયની વિકૃત અવસ્થા સ્વભાવ કેમ હોય? જોકે પર્યાયબુદ્ધિવાળાને રાગ પોતાનો સ્વભાવ ભાસે છે. પરંતુ અહીં તો પર્યાયબુદ્ધિને ઉડાવી દીધી છે ને? (કેમકે આ તો નિર્જરાવાળાની વાત છે). તેથી પર્યાયબુદ્ધિ ઉડાવીને કહ્યું છે કે-રાગ દ્રવ્યમાં નથી. અહાહા...! જ્યાં દ્રષ્ટિ થંભી છે ત્યાં- વસ્તુ અને વસ્તુની શક્તિ-ગુણોમાં રાગ છે જ નહિ. તેથી રાગને પુદ્ગલનો કહ્યો છે. ભાઈ! આ કોઈને ન બેસે વા વિપરીત બેસે તોપણ તેની સાથે કોઈ વિરોધ ન હોય. અમને તો ‘સત્ત્વેષુ મૈત્રી’ છે. અહાહા...! બધા જ ભગવાન આત્મા છે. માટે કોઈના પ્રતિ વિરોધ કરવાનો ન હોય.

જે પુણ્યભાવ-શુભભાવ છે તે પણ રાગ છે. પાપભાવ તો રાગ છે જ, એમાં નવું શું છે? પણ જે પુણ્યભાવ છે તે પણ રાગ છે. તેને જ્ઞાની પુરુષો હેય જાણીને છોડી દે છે. જુઓ, માણસ જે વિષ્ટા કરે છે તેને ભૂંડ રુચિપૂર્વક ખાય છે. અરે! જેની સામું પણ માણસ તાકે નહિ તેને ભૂંડ ખાય છે! તેમ જ્ઞાનીઓ જે રાગને હેય જાણી છોડી દે છે તેને અજ્ઞાનીઓ પોતાના માની તેના કર્તા થાય છે. ભારે વિચિત્ર વાત! આવો જ્ઞાની અને અજ્ઞાનીના અંતરમાં આસમાન જમીનનો ફેર છે. જુઓને! અહીં કહે છે-કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, (તે) મારો સ્વભાવ નથી-એમ જ્ઞાની જાણે છે. અહાહા...! ચિદાનંદ, નિત્યાનંદ પ્રભુ આત્માનો રાગ સ્વભાવ કેવો? માટે આ અપેક્ષાએ જ્ઞાની રાગને કર્મનું કાર્ય જાણે છે.

પરંતુ કોઈ સ્વયં કર્તા થઈને રાગ કરે અને નાખી દે કર્મને માથે તો તેને કહે છે કે-ઊભો રહે, વિકાર તારાથી તું કરો છો તો ઊભો થાય છે. તે તારો જ દોષ છે;