સમયસાર ગાથા-૧૯૯ ] [ ૭૩
હવે ‘કર્મ’-જડકર્મ પુદ્ગલરૂપ છે, તે જીવનું સ્વરૂપ નથી. પણ આઠ કર્મ તો જીવના છે ને? તે જીવને સુખ-દુઃખ આપે છે ને? ભાઈ! કર્મ તારાં નથી, બાપુ! કર્મ તો જડ કર્મનાં પુદ્ગલનાં છે. એ તો તને અડતાંય નથી તો પછી તને સુખ-દુઃખ કેવી રીતે આપે?
તેવી રીતે ‘નોકર્મ’-શરીરાદિ. આ શરીર તે કર્મનું કાર્ય છે, જીવનું નહિ. પણ આ જિનબિંબના દર્શનથી જીવને લાભ થાય છે તો જિનબિંબ તો જીવનું ખરું કે નહિ?
ભાઈ! જિનબિંબના દર્શનથી શુભભાવ કે સમકિત થાય છે એમ છે જ નહિ. એ તો જીવ સ્વયં શુભભાવ કરે વા સમકિત પ્રગટ કરે તો જિનબિંબને નિમિત્ત કહેવાય પરંતુ શુભભાવ આદિ તો પોતાને પોતાથી જ થાય છે, જિનબિંબથી નહિ. બોલાય એમ કે જિનબિંબના દર્શનથી આ થયું; પણ જો જિનબિંબથી શુભભાવ થાય તો તો ઈયળ ખાઈને જિનબિંબ પર બેસનારી ચકલીને પણ શુભભાવ થઈ જવો જોઈએ. પણ એમ છે જ નહિ. ધર્મી જ્ઞાની જીવ તો સમસ્ત નોકર્મને પોતાથી અન્યસ્વભાવ અર્થાત્ પુદ્ગલસ્વભાવ જ જાણે છે. બાપુ! સત્યને સત્ય નહિ સમજે અને અસત્યને સત્યમાં ખતવી દઈશ તો સંસારના આરા કોઈ દિ’ નહિ આવે.
નોકર્મ પછી હવે ‘મન’. અહીંયાં (છાતીમાં) મન છે ને! અનંત પરમાણુઓનો પિંડ તે મન છે અને તે કર્મમય છે અર્થાત્ કર્મનું કાર્ય છે, જીવસ્વભાવ નથી એમ જ્ઞાની જાણે છે. મનનો તો હું જાણનાર-દેખનાર છું, પણ હું મન નથી કે મન મારું સ્વરૂપ નથી.
પણ મન વડે જીવ જાણે છે ને? એમ નથી ભાઈ! જાણવું એ તો જીવનો સ્વભાવ જ છે. અંદર જે જ્ઞાનના પરિણમનરૂપ પર્યાય થાય છે તે વડે જીવ જાણે છે, મન વડે નહિ.
હવે ‘વચન’. આ વચન-ભાષા જે નીકળે છે તે જીવસ્વભાવ નથી પણ પુદ્ગલનું -કર્મનું કાર્ય છે. આ વાણી બોલાય છે તે પુદ્ગલનું કાર્ય છે. જીવ બોલે છે એમ નહિ.
તો પછી ભીંત કેમ બોલતી નથી? ભાઈ! ભીંત બોલતી નથી, જીભ પણ બોલતી નથી, હોઠ પણ નહિ અને જીવ પણ બોલતો નથી. બોલાતી ભાષા-વચન એ તો ભાષાવર્ગણાનું પરિણમન છે. ભાષાવર્ગણા પરિણમીને વચનરૂપ થાય છે પણ હોઠ, જીભ, ગળું કે જીવ વચનરૂપ પરિણમે છે એમ