Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1987 of 4199

 

૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ નથી. ગંભીર સૂક્ષ્મ વાત ભાઈ! વળી વચનના કાળે જીવને વચનસંબંધી જે વિકલ્પ ઊઠે છે તે તેની પર્યાય છે પણ જ્ઞાની તો તે વિકલ્પને પણ કર્મનું કાર્ય જાણે છે, અને તેને કાઢી નાખે છે. સૂક્ષ્મ વાત.

હવે ‘કાયા’. આ કાયા નોકર્મ છે. નોકર્મમાં ઘણાં આવે છે હોં. જેટલું નોકર્મ છે એ બધુંય પુદ્ગલનું કાર્ય છે, જીવનું-મારું નહિ એમ જ્ઞાની યથાર્થ જાણે છે.

તેવી રીતે ‘શ્રોત્ર’ એટલે આ કાન. જે આ કાન છે તે પુદ્ગલકર્મનું કાર્ય છે, એ મારું-જીવનું કાર્ય નથી. આ તો બાપુ! સ્વાધ્યાય કરવો જોઈએ. આખો દિવસ પાપના ચોપડા ફેરવે એને બદલે રોજ બે-ચાર કલાક તત્ત્વાભ્યાસ અને તત્ત્વનું ચિંતન કરવું જોઈએ. મધ્યસ્થ થઈને ‘રાગાદિ પુદ્ગલ ભિન્ન અને આત્મા ભિન્ન’ એવો તત્ત્વવિચાર અને તત્ત્વનિર્ણય કરે તો અંદરથી શાંતિ પ્રગટે.

અહીં જ્ઞાની કહે છે-શ્રોત્રેન્દ્રિય ભિન્ન છે, કર્મમય છે. હું તો અતીન્દ્રિય ભગવાન જ્ઞાયક છું, મારામાં ઇન્દ્રિય કેવી? શ્રોત્રેન્દ્રિય તો જડ પુદ્ગલમય કર્મનું કાર્ય છે.

હા, પણ જીવ શ્રોત્રેન્દ્રિય વડે સાંભળે અને જાણે છે ને? તે ભિન્ન કેમ હોય? બાપુ! એમ નથી ભાઈ! શ્રોત્રેન્દ્રિયથી જીવ સાંભળે છે અને એનાથી જ્ઞાન થાય છે એમ નથી. અંદર જ્ઞાનનું પરિણમન થાય છે તે વડે જ્ઞાન થાય છે અને સ્વના લક્ષે- આશ્રયે પરિણમતું-પરિણમેલું જ્ઞાન જ સમ્યગ્જ્ઞાન હોય છે. શ્રોત્ર તો સ્વયં જડ છે, એનાથી જ્ઞાન કેમ થાય? જ્ઞાન જીવનો સ્વભાવ છે, શ્રોત્રનો નહિ. માટે શ્રોત્ર ભિન્ન જ છે. માટે શ્રોત્ર વડે સાંભળવું એ આત્માનું કાર્ય જ નથી.

હવે ‘ચક્ષુ’. ચક્ષુ એટલે આંખ જડ પુદ્ગલકર્મનું કાર્ય છે અને હું તો જાણવા- દેખવાના સ્વભાવવાળો જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ જ્ઞાયકસ્વભાવી છું. મારામાં આંખ કેવી? આંખ તો ભિન્ન પુદ્ગલમય-કર્મમય વસ્તુ છે.

પણ ભગવાનનાં દર્શન તો આંખ વડે થાય છે ને? ના, આંખ વડે દર્શન કરવાં તે આત્માનું કાર્ય નથી. ઝીણી વાત ભાઈ! પણ આવું ઝીણું કહેવાને બદલે આપ સામાયિક, પ્રતિક્રમણ, ભક્તિ, પૂજા અને મંદિર બંધાવવાં ઇત્યાદિ સહેલી વાત કરો તો?

એ બધી રાગની અને જડની ક્રિયાઓમાં કયાં આત્મા છે? અને મંદિર કોણ બનાવે? શું આત્મા બનાવે? જડનું કાર્ય શું આત્મા કરે? કદીય નહિ, તથા એ મંદિર બનાવવાનો ભાવ છે તે રાગ છે, અને તે તરફનું જે જ્ઞાન છે તે ઇન્દ્રિયજ્ઞાન છે. અહીં કહે છે-તે રાગ અને ઇન્દ્રિયજ્ઞાન પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહિ. અહાહા...! ધર્મી એમ જાણે છે કે-મંદિરનું કાર્ય તો મારું નહિ પણ એના લક્ષે