૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
આ રીતે સમ્યગ્દ્રષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાન- વૈરાગ્યસંપન્ન હોય છે-એમ હવેની ગાથામાં કહે છેઃ-
જોયું? ‘સ્વને જાણતો અને રાગને છોડતો’-એમ કહ્યું છે. વિકાર થાય છે તો પોતાની પર્યાયમાં પોતાથી જ, પણ તે પોતાનો સ્વભાવ નથી એમ જાણી જ્ઞાની તેને છોડે છે. આ રાગ તે હું નહિ, હું તો શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટા આત્મા છું-આવી અંતર્દ્રષ્ટિના બળે રાગને છોડતો તે જ્ઞાની નિયમથી જ્ઞાન-વૈરાગ્યસંપન્ન હોય છે એમ હવે કહે છેઃ-
‘આ રીતે સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને (સારી રીતે) જાણે છે.’
જુઓ, અહીં સમ્યગ્દ્રષ્ટિની વાત છે. સમ્યગ્દ્રષ્ટિ કોને કહીએ? કે જેણે પુણ્ય- પાપના ભાવથી ભેદ કરીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ભાન કર્યું છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. તે સામાન્યપણે એટલે સમગ્ર વિકારને અને વિશેષપણે એટલે વિકારના-રાગદ્વેષાદિના એક-એક ભેદને કે જે પરભાવસ્વરૂપ છે તેને છોડે છે. ચાહે પુણ્યભાવ હો કે પાપભાવ હો-બેય વિકાર-વિભાવ પરભાવ છે. તે પરભાવસ્વરૂપ સર્વભાવોને ભેદ કરીને છોડતો થકો ધર્મી જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માને ઉપાદેયપણે ગ્રહણ કરે છે. લ્યો, આ ધર્મ, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ધર્મ નહિ. એ તો બધો રાગ છે. એનાથી તો ભેદ કરવાની વાત છે.
શું કહ્યું? વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે કે-પુણ્યના વિકલ્પથી પણ ભિન્ન પડીને ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું આત્મતત્ત્વ હું છું એમ જ્ઞાની અનુભવે છે. આત્માનું તત્ત્વ, નિજસત્ત્વ જાણકસ્વભાવ એક જ્ઞાયકભાવ છે. દયા, દાન આદિ રાગના-પુણ્યના પરિણામ કાંઈ આત્માનું સત્ત્વ નથી, એ તો પરભાવ છે. જ્ઞાની સર્વ પરભાવથી ભિન્ન પડીને એક જ્ઞાયકસ્વભાવી નિજ ચૈતન્યતત્ત્વને અનુભવે છે, સારી રીતે જાણે છે.
પણ આમાં કરવાનું શું આવ્યું? ઉત્તરઃ– આવ્યું ને કે-પુણ્ય-પાપના સર્વ ભાવથી ભેદ કરવો અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જાણગસ્વભાવી આનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કરવો, તેમાં જ