૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ આ પ્રમાણે આત્માને રાગ તથા આસ્રવથી ભિન્ન પાડીને જ્ઞાયકસ્વભાવને ગ્રહવો- અનુભવવો તે ધર્મ છે, અને આનું નામ સ્વભાવનું ગ્રહણ ને પરભાવનો ત્યાગ છે.
જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે પોતાનું વસ્તુત્વ વિસ્તારે છે. વસ્તુત્વ એટલે શું? વસ્તુ પ્રભુ આત્મા છે અને તેનો ચિદાનંદસ્વભાવ, જ્ઞાયકસ્વભાવ તે એનું વસ્તુત્વ છે. જ્ઞાની પોતાનું વસ્તુત્વ વિસ્તારે છે એટલે પર્યાયમાં વિજ્ઞાનઘનસ્વભાવને પ્રસારે છે, દ્રઢ કરે છે, સ્થિર કરે છે; અર્થાત્ વીતરાગતાને વિસ્તારે છે, વૃદ્ધિગત કરે છે. લ્યો, આ ધર્મ!
ત્યારે કોઈ કહે-અમે માંડ દુકાન-વેપાર છોડીને પૂજા, ભક્તિ, ઉપવાસ કરતા હોઈએ ત્યાં આવી વાત આપ કરો કે તે ધર્મ નહિ તો અમારે કયાં જવું? શું કરવું?
ભાઈ! સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ તે ધર્મ છે. ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનું ગ્રહણ-ઉપાદેયપણું અને રાગાદિ પરભાવનો ત્યાગ-બસ આ જ કરવાનું છે. બાકી બાહ્ય ચીજનો ત્યાગ તો અનાદિથી છે જ. બહારની ચીજ તો આત્મામાં કયારેય છે જ નહિ. માટે એના ગ્રહણ-ત્યાગની અહીં કોઈ વાત નથી. પરંતુ અંદર જે વિકલ્પ ઉઠે છે, વૃત્તિ જે શુભ-અશુભ ઉઠે છે-કે જે સ્વભાવથી વિશુદ્ધ હોવાથી પરભાવરૂપ છે-તેનો ત્યાગ અને સ્વભાવનું ગ્રહણ કરવાની આ વાત છે.
કહે છે-જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે પોતાના વસ્તુત્વને વિસ્તારે છે. એટલે શું? કે જ્ઞાની પોતાના જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આશ્રયે જ્ઞાન અને આનંદની પરિણતિને વિશેષ-વિશેષ પુષ્ટ કરે છે. કોઈને એમ થાય કે આના કરતાં તો ભક્તિ, ઉપવાસ અને જાત્રા-એ બધું ખૂબ સહેલું સટ પડે. શું ધૂળ સહેલું પડે? એ તો બધો રાગ છે; એ ધર્મ કયાં છે? ભાઈ! સમ્મેદશિખરની કે ભગવાનની લાખ જાત્રા કરે તોપણ એ બધો રાગ છે, પુણ્ય છે, ધર્મ નહિ. અને એને ધર્મ માને તો મિથ્યાત્વ છે. અહીં તો આ કહે છે કે ધર્માત્મા પોતાના ચૈતન્યબિંબસ્વરૂપ આત્માને ગ્રહે છે, ઉપાદેય કરે છે અને રાગનો ત્યાગ કરે છે અને એ વિધિ વડે પોતાના વસ્તુત્વનો-જ્ઞાનાનંદસ્વભાવનો વિસ્તાર કરે છે. અજ્ઞાની તો પુણ્યથી ધર્મ થશે એમ માની વિકારને-બંધને જ વિસ્તારે છે. આવડો મોટો જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર છે.
શું કહ્યું? કે સમકિતી પુણ્ય-પાપના ભાવથી ભગવાન આત્મા જુદો છે એમ વિવેક કરીને પોતાના સ્વભાવને ગ્રહે છે અને રાગનો ત્યાગ કરે છે. આનાથી વસ્તુત્વની વીતરાગી પરિણતિ નીપજે છે, અર્થાત્ વસ્તુત્વનો વિસ્તાર થાય છે. પુણ્યભાવોનો વિસ્તાર તો વિકારનો-દોષનો વિસ્તાર છે અને વીતરાગી પરિણતિ પ્રગટ કરવી તે વસ્તુત્વનો- જ્ઞાયકભાવનો વિસ્તાર છે. ત્યારે કોઈને થાય કે આ તો એકાન્ત જેવું છે. તેને કહીએ છીએ-સાંભળ, ભાઈ! પરનો ત્યાગ અને સ્વનું ગ્રહણ તે શું એકાન્ત છે? એ તો સમ્યક્