Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2001 of 4199

 

૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ તેઓ કહે છે-મહાવ્રતના પરિણામ ચારિત્ર નથી પણ ચારિત્રનો દોષ છે, અને દોષ છે તેથી તે હેય છે. પણ રાગના-વ્યવહારના રાગી જીવોને આ વાત બેસતી નથી અને રાગને- વ્યવહારને જ ધર્મ જાણી તેમાં જ સંતુષ્ટ રહે છે. તેમને અહીં કહે છે-રાગના રાગી જીવો અર્થાત્ પરદ્રવ્ય પ્રતિ રાગદ્વેષમોહવાળા જીવો રાગમાં જ સંતુષ્ટ રહી મહાવ્રતાદિ પાળે છે તો પાળો, અને ઉત્કૃષ્ટપણે-ઉત્કૃષ્ટપણે હોં-સમિતિનું આચરણ કરે છે તો કરો, તોપણ તેઓ પાપી જ છે. અહાહા...! એકેન્દ્રિયને પણ દુઃખ ન થાય એમ જોઈને ચાલે, નિર્દોષ આહાર-પાણી લે તથા હિત-મિત વચન કહે ઇત્યાદિ ઉત્કૃષ્ટપણે સમિતિ પાળે તોપણ તે રાગના રાગી જીવો પાપી જ છે-બહુ આકરી વાત ભગવાન!

પ્રશ્નઃ– પાપી-અશુભભાવ કરનારો તો નવમી ગ્રૈવેયક જઈ ન શકે; જ્યારે આ (મહાવ્રતાદિનો પાળનારો) તો નવમી ગ્રૈવેયક જાય છે, તો પછી તેને પાપી કેમ કહ્યો?

ઉત્તરઃ– ભાઈ! પાપી નવમી ગ્રૈવેયક ન જાય એ સાચું અને આ પુણ્ય ઉપજાવીને જાય છે. પરંતુ નિશ્ચયથી તો પુણ્યેય ખરેખર પાપ જ છે. યોગસારમાં દોહા ૭૧ માં યોગીન્દ્રસ્વામી કહે છે-

“પાપ તત્ત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ,
પુણ્ય તત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.”

અહો! કેવળીના કેડાયતો એવા દિગંબર મુનિવરોએ તો, મહા ગજબનાં કામ કર્યાં છે! તેમણે જૈનધર્મને ટકાવી રાખ્યો છે. આને મૂળ પાપ જે મિથ્યાત્વ તે હયાત છે. તેથી તે પાપી જ છે. હવે આવો કડવો ઘૂંટડો ઉતારવો કઠણ પડે, પણ ભાઈ! જેમાં રાગથી લાભ (ધર્મ) થાય એ વીતરાગ માર્ગ નથી. કહ્યું છે કે-

“જિન સોહી હૈ આતમા અન્ય સોહી હૈ કર્મ,
યહી વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ.”

ભગવાન આત્મા સદા જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે આ સિવાય રાગાદિ અન્ય સર્વ કર્મ છે. જિનપ્રવચનનું આ રહસ્ય છે કે રાગભાવ ધર્મ નથી, કર્મ છે.

પ્રશ્નઃ– તો જ્ઞાનીને પણ રાગ તો હોય છે? ઉત્તરઃ– હા, જ્ઞાનીને યથાસંભવ રાગ હોય છે પણ એને રાગની રુચિ નથી, એને રાગનું સ્વામિત્વ નથી. અહીં તો જેને રાગની રુચિ છે, રાગથી ભલું-કલ્યાણ થશે એવી માન્યતા છે તે ગમે તેવું આચરણ કરનારો હોવા છતાં અજ્ઞાની છે, પાપી છે એમ વાત છે, કેમકે તેને વીતરાગસ્વભાવી આત્માનો આશ્રય નથી. અહા! જેણે આસ્રવ-બંધરૂપ પુણ્ય-પાપના ભાવને આદરણીય માન્યા છે તેણે સંવર, નિર્જરા અને મોક્ષને જાણ્યા જ નથી, તેણે પોતાના આત્માને અને પરને ભિન્ન ભિન્ન જાણ્યા જ નથી. ભાઈ! રાગ હોય તે જુદી ચીજ છે અને રાગની રુચિ હોવી જુદી ચીજ છે. અજ્ઞાની