સમયસાર ગાથા-૨૦૦ ] [ ૧૦૩ રહીને પોતાને આત્મજ્ઞાન થયું છે એમ માને છે. દયા, દાન, વ્રત આદિના રાગથી જ અજ્ઞાની ધર્મ થવો માને છે પણ તે એની વિપરીતતા છે. બહુ આકરી વાત છે ભાઈ! જેનાથી પુણ્યબંધ થાય એનાથી મુક્તિ વા મોક્ષ કેમ થાય? ન જ થાય. તથાપિ અજ્ઞાની શુભભાવથી મોક્ષ થવો માને છે માટે તે પરમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે. પરમ પદાર્થ જે ભગવાન આત્મા તે પરમાર્થ તત્ત્વ છે. આ કોઈની સેવા કરવી કે દયા પાળવી તે પરમાર્થ છે એમ નહિ. એ તો બધો રાગ છે, અપરમાર્થ છે. ભગવાન સર્વજ્ઞદેવે અંદર જે સચ્ચિદાનંદસ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્મા જોયો છે તે પરમાર્થ છે. ભગવાન સર્વજ્ઞદેવની સ્તુતિમાં આવે છે ને કે-
જુઓ, સીમંધર ભગવાન અત્યારે મહાવિદેહમાં બિરાજે છે; સાક્ષાત્ ભગવાન ત્રણલોકના નાથ અરિહંતપદે બિરાજે છે. મહાવીર આદિ ભગવંતો તો ‘णमो सिद्धाणं’ સિદ્ધપદમાં છે. તેઓ શરીરરહિત થઈ ગયા છે. જ્યારે સીમંધર ભગવાન તો સમોસરણમાં બિરાજે છે; તેમને શરીર છે, વાણી છે, પ૦૦ ધનુષ્યનો દેહ છે, ક્રોડપૂર્વનું આયુષ્ય છે. મહાવિદેહક્ષેત્રમાં અત્યારે લાખો-ક્રોડો દેવતાઓ તેમની સભામાં ધર્મ સાંભળે છે. આવા ભગવાનની સ્તુતિ કરતાં સ્તુતિકાર કહે છે-‘પ્રભુ જાણગ રીતિ... લાલ’ મતલબ કે-હે નાથ! આપ સૌને દેખો છો તો આપની જાણવાની રીતિ શું છે? આપ અમારા આત્માને કેવો દેખો છો? તો કહે છે-‘નિજ સત્તાએ શુદ્ધ’-પોતાના હોવાપણે શુદ્ધ પવિત્ર એક જ્ઞાનાનંદસ્વરૂપે જ જુઓ છો. ભગવાન! આપ આખાય જગતને હોવાપણે શુદ્ધ દેખો છો. આ જે ‘નિજ સત્તાએ શુદ્ધ’ વસ્તુને ભગવાન જુએ છે તે પરમાર્થ તત્ત્વ છે, આત્મતત્ત્વ છે. પુણ્ય-પાપના રાગાદિ વિકારના પરિણામ કાંઈ આત્મતત્ત્વ નથી. ભગવાન તેને આત્મતત્ત્વરૂપે જોતા નથી, ભગવાન તો એને આત્મતત્ત્વથી ભિન્ન જ જુએ છે. સમજાણું કાંઈ...?
નવ તત્ત્વમાં દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ પુણ્ય છે અને હિંસા, જૂઠ આદિના પરિણામ પાપ છે. આ બન્નેથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયકતત્ત્વ છે અને તે પરમાર્થ છે. જેમ ભગવાને પ્રત્યેક આત્માને ‘નિજસત્તાએ શુદ્ધ’ જોયો છે તેમ જેની દ્રષ્ટિમાં શુદ્ધ જ્ઞાયક જણાયો તે સમ્યગ્દ્રષ્ટિ છે. અરે! હજુ સમ્યગ્દર્શનનાં ઠેકાણાં ન મળે અને લોકો મુનિપણું લઈ લે અને વ્રતાદિ પાળે પણ એ તો બધાં થોથેથોથાં છે. સમ્યગ્દર્શન ધર્મની મૂળ ચીજ છે. અરે ભાઈ! સમ્યગ્દર્શન વિના તેં અનંતકાળમાં અનંત વાર મુનિવ્રત પાળ્યાં, પણ એથી શું? એમાં કયાં ધર્મ છે તે સુખ થાય?
અહીં કહે છે-શુભરાગ વડે મોક્ષ થાય એવી વિપરીત માન્યતા વડે અજ્ઞાની પરમાર્થતત્ત્વમાં મૂઢ રહે છે. પરંતુ જો કોઈ વિરલ જીવ યથાર્થ સ્યાદ્વાદન્યાયથી