૧૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ અકર્તાસ્વભાવનો નિર્ણય થશે અને ત્યારે-અહો! હું તો જ્ઞાતાદ્રષ્ટા છું, કોઈ પણ રાગની ક્રિયાનો (અને જડની ક્રિયાનો) હું કર્તા નથી એમ યથાર્થ પ્રતિભાસશે. શું કહ્યું? સમકિતીને વ્યવહાર-રાગ હોય છે ખરો પણ તેનો હું કર્તા નથી એવી તેની દ્રષ્ટિ થઈ જાય છે. અહો! કોઈ અચિંત્ય મહિમા છે એ સમ્યક્ દ્રષ્ટિનો!
પ્રશ્નઃ– ત્યારે કોઈ વળી કહે છે ભગવાને (સર્વજ્ઞદેવે) દીઠું હશે તે દિ’ થાશે; આપણે શું પુરુષાર્થ કરી શકીએ? ભગવાને દીઠું હશે એ જ થશે, એમાં આપણો પુરુષાર્થ શું કામ લાગે?
સમાધાનઃ– ભાઈ! તારી આ વાત તત્ત્વદ્રષ્ટિથી વિપરીત છે. હા, ભગવાન સર્વજ્ઞે જેમ દીઠું એમ જ થશે-એ તો એમ જ છે. પણ સર્વજ્ઞે દીઠું-એ વાત સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર કર્યા પછી આવે ને! અરે ભાઈ! સર્વજ્ઞ છે અને સર્વજ્ઞે જેમ દીઠું તેમ થાય છે એમ એમ નિર્ણય કર્યો છે અર્થાત્ જેના શ્રુતજ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય થયો છે એ તો એકલો જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય છે. તેને વળી સમકિતની અને ભવની શંકા કેવી? તેને ભવ હોઈ શકે જ નહિ. એકાદ બે ભવ હોય તેની અહીં ગણતરી નથી-તું પુરુષાર્થહીનતાની વાતો કરે છે પણ સર્વજ્ઞની સત્તાનો પોતાની પર્યાયમાં સ્વીકાર કરવો, નિશ્ચય કરવો એ જ અચિંત્ય અપૂર્વ પુરુષાર્થ છે અને તે અંતર્મુખ થતાં પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...?
સર્વજ્ઞનો અને ક્રમબદ્ધનો નિર્ણય કરવામાં તો પાંચે સમવાય એકસાથે હોય છે. જે સમયે સમકિતની પર્યાય થઈ તે થવાની હતી તે સ્વકાળે થઈ તે નિયત છે. જે સમકિતની પર્યાય પ્રગટ થઈ તે સ્વભાવસન્મુખતાના પુરુષાર્થ વડે જ થઈ છે તે પુરુષાર્થ છે.
વળી સમકિતની પર્યાય નિજસ્વભાવમાં એકાગ્રતા વડે થઈ એમાં સ્વભાવ પણ આવી જાય છે.
સમકિતની પર્યાય ક્રમબદ્ધ પોતાના કાળે જે થવાની હતી તે જ થઈ એ ભવિતવ્યતા છે.
સમકિતની પર્યાયના કાળે સ્વયં કર્મના ઉપશમાદિ થયાં તે નિમિત્ત પણ આવી ગયું. આમ પાંચે સમવાય એકસાથે રહેલાં છે. એમ નથી કે સ્વભાવના પુરુષાર્થ વિના કોઈને સમકિત થઈ જાય છે વા ભગવાને સમકિત થતું જોયું છે. ભાઈ! તું જે કહે છે એ તો એકાંત નિયતિવાદ છે અને એ તો મિથ્યાદર્શન છે. અહીં તો ક્રમબદ્ધના નિર્ણયમાં પાંચે સમવાય એકસાથે હોય છે એમ વાત છે. સમજાણું કાંઈ...?
અહા! ભગવાન! તું કોણ છો? સિદ્ધ સમાન-સર્વજ્ઞ જેવો આત્મા છું. સર્વજ્ઞ કેવા કે? સિદ્ધ કેવા છે? તેઓ તો જે થાય તેને માત્ર જાણે જ છે અને તેઓ જેમ