સમયસાર ગાથા-૨૦૦ ] [ ૧૦૭ જાણે છે તેમ જગતની અવસ્થા પ્રતિસમય ક્રમબદ્ધ થયા કરે છે. અહો! અદ્ભુત વસ્તુનું સ્વરૂપ અને અદ્ભુત સર્વજ્ઞદેવ!! વસ્તુ ક્રમબદ્ધ પરિણમે અને ભગવાન તેને માત્ર જાણે. ગજબ વાત છે ભાઈ! અહો! આવો યથાર્થ નિર્ણય જ્યાં કરવા જાય છે ત્યાં હું પોતે જ્ઞાયક જ છું, સર્વજ્ઞસ્વભાવી જાણનાર-દેખનાર માત્ર છું, જે થાય તેને માત્ર જાણું-એવો નિર્ણય થઈ જાય છે. અહાહા...! આવો નિર્ણય થતાં ‘પર્યાયને પણ કરું એવુંય મારામાં નથી’-એવી નિશ્ચય દ્રષ્ટિ થઈ જાય છે. (શુદ્ધ) પર્યાય સ્વભાવના પુરુષાર્થપૂર્વક થાય છે એ અપેક્ષાએ કરવાપણું છે, પરંતુ પર્યાયને આમ કરું કે તેમ કરું વા તેમાં આમ ફેરફાર કરી દઉં એમ ત્યાં રહેતું નથી. ભાઈ! આવો સૂક્ષ્મ ભગવાનનો માર્ગ છે. બાપુ! જન્મ- મરણરહિત થવાની દ્રષ્ટિ કોઈ અલૌકિક છે! અરે! અજ્ઞાનીને એની ખબરે નથી!