૧૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ગોઠે તો લે. જુઓ, મેરુ પર્વત ઉપર સૌધર્મ દેવલોક છે. તેમાં ૩૨ લાખ વિમાન છે. એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. તેનો સ્વામી પહેલો ઇન્દ્ર-શક્રેન્દ્ર છે જે એકાવતારી છે, અર્થાત્ ત્યાંથી નીકળીને તે મોક્ષ જનાર છે. તે સૌધર્મ-ઇન્દ્ર ગલુડિયાની જેમ અતિ વિનમ્ર થઈ જે ભગવાનની વાણી સાંભળે છે. તે આ વાત છે. અહો! ગણધરો, મુનિવરો અને ઇન્દ્રો ધર્મસભામાં જે વાણી સાંભળે છે તે અહીં ભગવાન કુંદકુંદાચાર્ય લઈ આવ્યા છે. ભાઈ! જેનાં પરમ ભાગ્ય હોય તેના કાને આ વાણી પડે છે. કહે છે-
ભગવાન! તું કોણ છો? તું કેવો અને કેવડો છો તેનો તને વિચાર-વિવેક નથી. ‘અમૂલ્ય તત્ત્વવિચાર’માં શ્રીમદે કહ્યું છે ને કે-
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા;
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.”
જોયું? પોતે કોણ છે એનો શાંતભાવે વિવેકપૂર્વક વિચાર કરે તેને આત્મજ્ઞાન અને આત્માનુભવ થાય એમ કહે છે. ૧૬ વર્ષની ઉંમરે આ શ્રીમદે લખ્યું છે. પણ એ તો દેહની ઉંમર છે ને? ઉંમર સાથે આત્માને શું સંબંધ છે? આત્મા તો અંદર અનાદિઅનંત ભગવાન છે. એ કયાં જન્મે-મરે છે? જન્મ-મરણ તો લોકો દેહના સંયોગ-વિયોગને કહે છે; એ તો દેહની-માટીની સ્થિતિ છે, જ્યારે આત્મા તો એકલી ચૈતન્યસત્તાસ્વરૂપ ત્રિકાળી ભગવાન છે. આવી પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાથી વિપરીત જે વિકલ્પ છે તે-ચાહે તો વ્રતનો હો, તપનો હો, કે ભક્તિનો હો-તોપણ તે હું છું એમ માનનારને રાગનો સદ્ભાવ છે અને તેથી તે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે તે આત્માને જાણતો નથી. ‘જ્ઞાનમય ભાવના અભાવને લીધે’-એમ કહ્યું ને? મતલબ કે જેને રાગની રુચિ છે તેને અજ્ઞાનની રુચિ છે પણ જ્ઞાનાનંદમય પ્રભુ આત્માની રુચિ નથી-તેથી તેને જ્ઞાનમય ભાવનો અભાવ છે, અને જ્ઞાનમય ભાવના અભાવને લીધે તે જ્ઞાનના નૂરનું પૂર એવા પોતાના આત્માને જાણતો નથી. લ્યો, આવી વાત છે. રાગમાં અર્પાઈ જાય તો અજ્ઞાની થાય છે અને જ્ઞાનમાં અર્પાઈ જાય તો જ્ઞાની થાય છે. આવો આકરો ભગવાનનો માર્ગ બાપા! આવી વાત સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે કયાંય નથી.
આ લાપસી નથી રાંધતા? લાપસી રાંધે ત્યારે જો લાકડાં કાચાં હોય તો ચૂલા માથે તપેલું હોય તે અને અંદર લાપસી હોય તે દેખાય નહીં, એકલો ધૂમાડો દેખાય, ધૂમાડાના ગોટામાં તપેલું અને અંદર લાપસી ન દેખાય. તેમ અજ્ઞાની જીવ પુણ્ય અને પાપના-રાગના અંધારાને દેખે છે પણ અંદર ભિન્ન ભગવાન ચિદાનંદમય આનંદકંદ પ્રભુ પરમાત્મા વિરાજી રહ્યો છે તેને દેખતો નથી. રાગની રુચિવાળાને