૧૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
ભગવાન! નવમી ગ્રૈવેયકના ભવ તેં અનંતવાર કર્યા એમ ભગવાનના શાસ્ત્રમાં કહે છે. તે નવમી ગ્રૈવેયક કોણ જાય? એક તો આત્મજ્ઞાની જાય અને બીજા મિથ્યાદ્રષ્ટિ પણ જાય છે. જેને પાંચ મહાવ્રતનો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનો વ્યવહાર ચોખ્ખો હોય એવા દ્રવ્યલિંગી મુનિ પણ નવમી ગ્રૈવેયક જતા હોય છે. પણ તે રાગની ક્રિયાથી પોતાની શુદ્ધ ચૈતન્યચમત્કાર વસ્તુ ભિન્ન છે એવી દ્રષ્ટિ કરી નહિ અને તેથી ભવભ્રમણ અર્થાત્ ચારગતિની રઝળપટ્ટી મટી નહિ. લ્યો, હવે રાગ કોને કહેવો એની ખબર ન મળે અને મંડી પડે વ્રત ને તપ કરવા પણ એથી શું વળે? એથી સંસાર ફળે, બસ. ઝીણી વાત છે ભગવાન!
અહાહા...! કહે છે-ભગવાન! તું કોણ છો? કે સર્વજ્ઞસ્વભાવી આત્મા છો. સર્વજ્ઞસ્વભાવ તારું સ્વપદ છે. હવે અલ્પજ્ઞતા પણ જ્યાં તારામાં નથી ત્યાં વળી રાગ કય ાંથી આવ્યો? પર્યાયમાં જે શુભાશુભ રાગની વૃત્તિ ઊઠે તે વિકાર છે, વિભાવ છે. અરે! વિભાવને જે પોતાનો માને છે તે અપદને સ્વપદ માને છે. ભાઈ! આ વ્રતાદિના પુણ્યપરિણામ અપદ છે તે જીવનું સ્વપદ નથી.
અહા! આનંદનો કંદ પ્રભુ આત્મા છે, જેમ સક્કરકંદ છે તેમાં જે ઉપરની લાલ છાલ છે તે સક્કરકંદ નથી, પણ અંદર સાકરનો કંદ-મીઠાશનો પિંડ જે છે તે સક્કરકંદ છે. છાલ વિનાનો મીઠાશનો પિંડ છે તે સક્કરકંદ છે. તેમ શુભાશુભ રાગની જે વૃત્તિઓ ઉઠે એનાથી રહિત અંદર અતીન્દ્રિય આનંદનો જે કંદ છે તે આત્મા છે. આવા આનંદકંદસ્વરૂપ પ્રભુ આત્મામાં (પર્યાયમાં) જે રાગનો વિકલ્પ ઉઠે તે મારો છે અને એનાથી મને લાભ છે એમ માનવું તે મિથ્યાત્વ છે. આવા મિથ્યાત્વ સહિતના રાગને અહીં રાગ ગણ્યો છે.
આવી વાત છે. પણ કોને પડી છે? મરીને કયાં જશું અને શું થશે એ વિચાર જ કયાં છે? એમ ને એમ બધું કર્યે રાખો; જ્યાં જવાના હોઈશું ત્યાં જશું. આવું અજ્ઞાન! અરે બાપુ! તું અનંત અનંત જ્ઞાન, આનંદ અને શાંતિનો પિંડ છો. તેની દ્રષ્ટિ છોડીને ક્રિયાકાંડનો રાગ મારી ચીજ છે અને એનાથી મને લાભ છે એમ માને છે પણ એ તો મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વના ફળમાં તારે અનંતકાળ નરક-નિગોદમાં કાઢવો પડશે. બાપુ! એ આકરાં દુઃખ તને સહ્યાં નહિ જાય.
અરેરે! એણે કદી પોતાની દયા પાળી નહિ! પોતાની દયા પાળી નહિ એટલે? એટલે કે પોતે અનંત જ્ઞાન ને અનંતદર્શનનો પિંડ પ્રભુ છે એવા પોતાના જીવનના જીવતરની હયાતી છે તે એણે કદી માની નહિ, જાણી નહિ અને રાગની ક્રિયાવાળો હું છું એમ જ સદા માન્યું છે. આવી મિથ્યા માન્યતા વડે એણે પોતાને સંસારમાં-દુઃખના સમુદ્રમાં ડૂબાડી રાખ્યો છે. આમ એણે પોતાની દયા તો કરી નહિ અને પરની દયા