૧પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ જે ધર્મ માને છે તે નરક-નિગોદાદિ ચારગતિમાં રઝળશે. ખરેખર નિશ્ચય તે જ વસ્તુ છે. વ્યવહાર હોય છે પણ તે અવસ્તુ છે અર્થાત્ અપદ છે. આત્માનો નિરાકુલ સ્વાદ આવ્યા પછી પણ વ્યવહાર હોય છે પણ તે અપદ છે, ધર્મીને રહેવાનું સ્થાન નથી. માટે આસ્વાદવાયોગ્ય એક આત્માના નિરાકુલ આનંદનો જ અનુભવ કરો એમ શ્રી જયચંદજીએ ખુલાસો કર્યો છે.
આચાર્ય અમૃતચંદ્રે આખી ટીકાનો આ ટૂંકો કલશ કર્યો છે. શું કહે છે એમાં? કે પરમાનંદમય ભગવાન આત્મા જ એક આસ્વાદવાયોગ્ય-અનુભવ કરવા લાયક છે; રાગાદિ બીજું કાંઈ અનુભવવા યોગ્ય નથી. જુઓ, સ્ત્રીના ભોગ વખતે કાંઈ સ્ત્રીના શરીરનો જીવને સ્વાદ નથી. સ્ત્રીનું શરીર તો હાડ-માંસ ને ચામનું બનેલું અજીવ છે, જડ માટી છે. ધૂળ છે. અરૂપી એવો ભગવાન આત્મા તો એને કયારેય સ્પર્શતો પણ નથી. તે શરીરનો- જડનો સ્વાદ કેવી રીતે કરે? પરંતુ તે કાળે ‘આ ઠીક છે, સ્ત્રીનું શરીર સુંદર માખણ જેવું છે’-એવો જે રાગ થાય છે તે રાગને અજ્ઞાની ભોગવે છે. અજ્ઞાની રાગને અનુભવે છે. તેને નથી સ્ત્રીના શરીરનો અનુભવ કે નથી આત્માનો અનુભવ; માત્ર રાગનો-ઝેરનો તેને સ્વાદ છે. અહીં કહે છે-તે ‘एकम् एव’ એક જ પદ સ્વાદ કરવા યોગ્ય છે. અહાહા...! જ્ઞાનાનંદનો સાગર પ્રભુ આત્મા છે; તે એક જ આસ્વાદવાયોગ્ય છે.
કેવું છે તે પદ? તો કહે છે-‘विपदाम् अपदम्’ વિપત્તિઓનું અપદ છે. અહા... હા... હા...! અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્મા વિપત્તિઓનું અપદ છે અર્થાત્ આપદાઓ તેમાં સ્થાન પામી શકતી નથી. તેના સ્વાદમાં રાગની વિપદાનો અભાવ છે. આવી વાત છે તો કહે છે-આ તો બધું સોનગઢનું નિશ્ચય છે. પણ સોનગઢનું કયાં છે ભાઈ? આ તો કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યનું કથન છે. ઘણા વખતથી લુપ્ત થઈ ગયું એટલે તને નવું લાગે છે પણ આ સત્ય છે. જો તેં સત્યને જોવાની આંખો મીંચી દીધી છે અને રાગને જ અનુભવે છે તો તું અંધ છે.
જુઓ, અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત મહા મુનિવર અંદર અતીન્દ્રિય આનંદમાં રમતા હતા. તેમાં વિકલ્પ આવ્યો અને આ ટીકા થઈ ગઈ. તેમાં તેઓ આ કહે છે કે તે ટીકાનો વિકલ્પ મારું-આત્માનું પદ નથી. મારા પદમાં તો વિકલ્પરૂપ વિપદાનો અભાવ છે, કેમકે તે વિપદાનું અપદ છે, અસ્થાન છે. અહા... હા... હા...! આનંદધામ-