૧પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ન રુચે તો માફ કરજે ભાઈ! હું તો મુનિ છું. તેમ જેને પુણ્યની રુચિ છે, વ્યવહારરત્નત્રયને ધર્મ માને છે તેને આ વાત ઠીક ન પડે તો કહે છે-માફ કરજે ભાઈ! (અમે તો નિશ્ચયમાં લીન છીએ). માર્ગ તો આ જ છે.
મહાસ્વાદને લેતો,..’
અ... હા... હા... હા...! શું કહે છે? કે ભગવાન આત્મા એક જ્ઞાયકસ્વભાવથી - ધ્રુવસ્વભાવથી ભરેલો છે. તેના ‘મહાસ્વાદને લેતો’... છે અંદર? એટલે કે રાગ ઉપરથી, નિમિત્ત ઉપરથી અને ભેદ ઉપરથી પણ દ્રષ્ટિ ઉઠાવીને ધર્માત્મા અભેદ એક જ્ઞાયકભાવ, ધ્રુવસ્વભાવભાવ, જ્ઞાનાનંદભાવનો આસ્વાદ લે છે. ‘એક જ્ઞાયકભાવ’-એમ કહ્યું ને? એટલે કે એકલી જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનમાત્ર વસ્તુ-જે દેહ-મન-વાણીથી ભિન્ન, કર્મથી ભિન્ન, પુણ્ય-પાપના વિકલ્પોથી ભિન્ન અને (વિકારી-નિર્વિકારી) પર્યાયના ભેદથી પણ ભિન્ન છે- તેનો સમ્યગ્દ્રષ્ટિ આસ્વાદ લે છે અને તે મહાસ્વાદ છે. ગજબ વાત છે ભાઈ! જ્ઞાની મહાસ્વાદને લે છે-એટલે શું? એટલે કે તે નિરુપમ અતીન્દ્રિય આનંદના સ્વાદને આસ્વાદે છે. અહા! જ્ઞાની, શુદ્ધ જાણગ-જાણગ-જાણગસ્વભાવી જે આત્મા છે તેમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય આનંદના મહાસ્વાદને અનુભવે છે-માણે છે.
ભગવાન આત્મા ત્રિકાળી એકરૂપ પરમાનંદમૂર્તિ પ્રભુ એક જ્ઞાયકભાવથી ભરેલો છે. આવા નિજસ્વરૂપમાં એકાગ્ર થતાં જ્ઞાનીને જે સ્વાદ આવે છે તે મહાસ્વાદ છે અર્થાત્ તેમાં કોઈ બીજો સ્વાદ આવતો નથી. શું કહ્યું એ? કે અતીન્દ્રિય આનંદના સ્વાદિયા જ્ઞાનીને તે સ્વાદના કાળે બીજે કોઈ ભેદનો, રાગનો કે વ્યવહારના વિકલ્પનો સ્વાદ આવતો નથી. અહા! અજ્ઞાની તો આ વ્રત કરો, ને તપ કરો ને ભક્તિ કરો -એમ રાગના સ્વાદમાં-ઝેરના સ્વાદમાં સંતુષ્ટ થઈ જાય છે. અહીં કહે છે-આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદમાં બીજો સ્વાદ છે નહિ. આનું નામ ધર્મ અને આ વીતરાગનો માર્ગ છે. એકાન્ત છે, એકાન્ત છે-એમ રાગમાં જ હરખાઈ જતા અજ્ઞાનીઓ રાડો પાડે પણ ભાઈ! આ સમ્યક્ એકાંત છે અને વસ્તુનો સ્વભાવ જ આવો (સમ્યક્ એકાન્ત) છે. ભાઈ! ધર્મ એને કહીએ કે જેવો પોતાનો એક જ્ઞાનાનંદસ્વભાવ છે તેવો તેનો પર્યાયમાં અનુભવ કરવો-આસ્વાદ કરવો. આ સિવાય બીજો-રાગનો અનુભવ-ધર્મ છે નહિ. સમજાણું કાંઈ...?
કહે છે-પોતાના સ્વરૂપનો સ્વાદ લેતાં બીજો સ્વાદ આવતો નથી અર્થાત્