Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2100 of 4199

 

સમયસાર ગાથા-૨૦૪ ] [ ૧૮૭

‘સાક્ષાત્’ કેમ કહ્યું? વસ્તુ તો પોતે મોક્ષસ્વરૂપ જ છે. તેનું સામર્થ્ય-તેની શક્તિ- તેનું સત્ત્વ સદા મુક્તસ્વરૂપ જ છે. પણ આ તો પર્યાયમાં મુક્તિ થાય છે-અનુભવાય છે તેની વાત છે. ભગવાન આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે એમ ગાથા ૧૪-૧પ માં આવે છે ને? અહા! જેણે આત્માને અબદ્ધસ્પૃષ્ટ જાણ્યો તેણે જૈનશાસન જાણ્યું છે. ભગવાન આત્માને રાગ ને કર્મના બંધથી રહિત જાણનારી જે શુદ્ધોપયોગની પરિણતિ છે તે જૈનશાસન છે. અશુદ્ધોપયોગની-રાગની પરિણતિ કાંઈ જૈનશાસન નથી. જેણે, હું મુક્તસ્વરૂપ જ છું-એમ અનુભવ્યું તેણે ચારે અનુયોગના સારરૂપ જૈનશાસન જાણી લીધું. ચારે અનુયોગનો સાર વીતરાગતા છે અને તે વીતરાગસ્વરૂપી-મુક્તસ્વરૂપી એવા ભગવાન આત્માનો આશ્રય લે તો પ્રગટ થાય છે. આવો માર્ગ છે!

પ્રશ્નઃ– શ્રી સમયસારજીમાં નિશ્ચયની વાત છે, જ્યારે મોક્ષશાસ્ત્ર (તત્ત્વાર્થસૂત્ર)માં વ્યવહારની વાત છે. પરંતુ એ બન્ને સાથે જોઈએ ને?

સમાધાનઃ– ભાઈ! બન્ને સાથે જોઈએ એટલે શું? એટલે કે બન્નેનું જ્ઞાન સાથે જોઈએ-હોય છે. પરંતુ નિશ્ચયથી પણ (ધર્મ) થાય અને વ્યવહારથી પણ થાય એમ અર્થ નથી. બન્નેનું જ્ઞાન સાથે હોય છે અને તે જ્ઞાન પણ સ્વનો આશ્રય થતાં યથાર્થ થઇ જાય છે. અહાહા....! અબદ્ધસ્પૃષ્ટ પ્રભુ આત્માને જ્યાં જાણ્યો ત્યાં, રાગ જે બાકી રહે છે તેનું જ્ઞાન પણ થઈ જાય છે. તેના માટે બીજું જ્ઞાન કરવું પડે છે એમ નથી. આવી વાત છે ભાઈ!

અહીં કહે છે-સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. એટલે શું? કે આત્મા શક્તિસ્વરૂપે-સ્વભાવરૂપે-સામર્થ્યરૂપે તો મુક્ત જ છે; પણ આ તો પર્યાયમાં મુક્ત થાય છે-અનુભવાય છે ત્યારે સાક્ષાત્ મોક્ષ થાય છે એમ કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે-‘દિગંબરના આચાર્યે એમ સ્વીકાર્યું છે કે-જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે.’ રાગ તે હું-એમ જે માન્યું હતું તે માન્યતા છૂટી ગઈ તેને મોક્ષ કહે છે. અહા! રાગમાં આત્મા નથી અને આત્માને રાગનો બંધ કે સંબંધ પણ નથી એવા સ્વસ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે સાક્ષાત્ મોક્ષ છે.

ભાઈ! જન્મ-મરણના ફેરા, ૮૪ નું ભવચક્ર જેને ટાળવું હોય તેને માટે મારગ આ છે. શાસ્ત્રમાં લખાણ છે કે માતાના ઉદરમાં મનુષ્યપણે ૧૨ વર્ષ વધારેમાં વધારે રહે. સવાનવ મહિના તો સાધારણ-સામાન્ય કાયસ્થિતિ છે, પણ કોઈ તો ૧૨ વર્ષ સુધી રહે છે. અરે! ઉંધા માથે કફમાં, લોહીમાં ને એંઠામાં બાર બાર વર્ષ ભાઈ! તું રહ્યો છો! એ દુઃખની શી વાત! અને અહીં જરીક કાંઈક થાય ત્યાં...? બાપુ! આવાં જન્મ-મરણનાં દુઃખ ટાળવાં હોય તો આ ઉપાય છે. જેમાં જન્મ-મરણ નથી, જન્મ-મરણના ભાવ નથી એવી પરિપૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરેલી પોતાની ચીજ