૧૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
પ્રશ્નઃ– પણ દયા તો પાળવી જોઈએ ને? સમાધાનઃ– કઈ દયા બાપુ? પરની દયા ઉપર લક્ષ જાય ત્યાં તો રાગ થાય છે અને રાગ તારું સ્વરૂપ નથી; ધર્મનુંય રાગ સ્વરૂપ નથી ભાઈ! પરની દયા હું પાળી શકું છું એવી માન્યતાનો ભાવ તો મિથ્યાત્વ છે કેમકે પરની દયા જીવ કરી શકતો જ નથી. ભગવાન! સાંભળને ભાઈ! તારી દયા-સ્વદયા તે અહિંસા ધર્મ છે, જ્યારે આ પરની દયાનો ભાવ તો રાગમય છે અને એને તો ભગવાન વાસ્તવમાં હિંસા કહે છે. (જુઓ પુરુષાર્થસિદ્ધયુપાય છંડ ૪૪). લોકોને આ આકરું લાગે છે, પણ શું થાય? (જ્યાં સ્વરૂપ જ આવું છે ત્યાં?)
પ્રશ્નઃ– પણ સિદ્ધાંતમાં દયાને ધર્મ કહ્યો છે? સમાધાનઃ– હા, પણ ભાઈ! તે કઈ દયા? બાપુ! એ સ્વદયાની-વીતરાગી પરિણામની વાત છે. જેમ બીજા જીવને મારી નાખવાનો ભાવ એટલે કે ટકતા તત્ત્વનો ઈન્કાર કરવો તે હિંસા છે, તેમ ભાઈ! જેવડું તારું સ્વરૂપ છે-જે તારું ટકતું પૂર્ણ તત્ત્વ છે- તેનો ઈન્કાર કરવો તે પણ હિંસા છે. હું આવડો (પૂર્ણ) નહિ, પણ હું રાગવાળો, પર્યાયવાળો ને રાગથી-વ્યવહારથી પ્રાપ્ત થાઉ તેવો છું-એમ જેણે પોતાનું જેવડું સ્વરૂપ છે તેવડું માન્યું નથી તેણે પોતાની હિંસા કરી છે. ભાઈ! સ્વસ્વરૂપનો સ્વીકાર કરી તેમાં જ અંતર્નિમગ્ન થવું તે સ્વદયા છે અને તે ધર્મ છે. સિદ્ધાંતમાં સ્વદયાને ધર્મ કહ્યો છે. (પર દયાને ધર્મ કહેવો એ તો ઉપચાર છે).
જુઓ, નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા અતિ નિર્મળ છે. અહીં કહે છે-તેના આશ્રયે પ્રગટ થયેલી નિર્મળ પર્યાય જાણે મત્ત થઈ ગઈ છે. કેમ? તો કહે છે કે તે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસને પી બેઠી છે. એટલે શું? કે અનંતા પદાર્થોને જાણવાનો પોતાની પર્યાયમાં જે રસ છે તે રસની અતિશયતા વડે જાણે તે મત્ત થઈ ગઈ છે. અહાહા...! જ્ઞાનની વર્તમાન પર્યાય વડે ત્રિકાળી જ્ઞાયકને જાણવામાં આવતાં તે પર્યાય બીજા અનંત દ્રવ્ય-ગુણ-પર્યાયને પણ જાણે છે અને તેથી જાણે હવે બધું જ જાણી લીધું, હવે કાંઈ જ જાણવું બાકી નથી-એમ મત્ત થઈ ગઈ છે. સમજાણું કાંઈ...? અહા! જેણે એકને (શુદ્ધ જ્ઞાયકને) જાણ્યો તેણે પર્યાયમાં બધું જાણ્યું. આવી વ્યાખ્યા અને આવો ધર્મ!
પ્રશ્નઃ– શું જાત્રા કરવી, પરની દયા પાળવી, વ્રત કરવાં, ઉપવાસ કરવા ઇત્યાદિ ધર્મ નથી?
સમાધાનઃ– ના, તે ધર્મ નથી. કેમ? કેમકે બાપુ! એ તો બધા રાગના-શુભરાગના અનેક પ્રકાર છે. ધર્મ તો એક વીતરાગભાવમાત્ર છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવી પ્રભુ આત્મામાં એકાગ્ર થવાથી જે નિર્મળ નિર્વિકાર વીતરાગી પરિણતિ-પર્યાય પ્રગટ