૨૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ગંભીર વાત છે પ્રભુ! જેમ આકાશ અંત વિનાનું ગંભીર છે તેમ આત્માની જ્ઞાનપર્યાય પણ ગંભીર છે અને અનંતને જાણનારી ભાવમાં અનંત છે; શ્રુતજ્ઞાનની પર્યાય પણ હોં.
અહીં કહે છે-‘ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી.’ નિમિત્તનો અભાવ થતાં અને સ્વભાવની પ્રગટતા થતાં જે અનેક દશાઓ ઉત્પન્ન થાય છે તે એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે-ભેદરૂપ ન અનુભવવી. અહા! નિશ્ચય સમ્યગ્દર્શન અને જ્ઞાનની પર્યાયો જે એક પછી એક થાય છે તેને ખંડખંડરૂપે ન અનુભવવી, પણ અભેદ જ્ઞાનરૂપ જ અનુભવવી. આવી વાત છે.
હવે વળી વિશેષ કહે છેઃ-
અહાહાહા...! કહે છે-કોઈ જીવો તો ‘दुष्करतरैः’ અતિ દુષ્કર (મહા દુઃખે કરી શકાય એવાં) અને ‘मोक्ष–उन्मुखैः’ મોક્ષથી પરાન્મુખ એવાં ‘कर्मभिः’ કર્મો વડે ‘स्वयमेव’ સ્વયમેવ (અર્થાત્ જિન-આજ્ઞા વિના) ‘क्लिश्यन्तां’ કલેશ પામે તો પામો,...’
જુઓ, આ અન્યમતી મિથ્યાદ્રષ્ટિની વાત છે. કહે છે-જે વ્યવહાર ભગવાન જિનેશ્વરદેવની આજ્ઞાથી બહાર છે એવાં તપ, ઉપવાસ આદિ કર્મો વડે કોઈ અજ્ઞાની કલેશ પામે તો પામો. મતલબ કે તે જે કાંઈ પણ કરે છે તે મિથ્યાદ્રષ્ટિપણે કરે છે અને તે વડે માત્ર કલેશને-દુઃખને જ પામે છે.
વળી કહે છે-‘च’ અને ‘परे’ બીજા કોઈ જીવો ‘महाव्रत–तपः– भारेण’ (મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિન-આજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના ભારથી ‘चिरम्’ ઘણા વખત સુધી ‘भग्नाः’ ભગ્ન થયા થકા (-તૂટી મરતા થકા) ‘क्लिश्यन्तां’ કલેશ પામે તો પામો;...
જુઓ, આ મિથ્યાદ્રષ્ટિ જૈનની (જૈનાભાસીની) વાત કરી છે. પહેલાં મિથ્યાદ્રષ્ટિ અજૈનની-અન્યમતીની વાત કરી અને આ ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવની આજ્ઞા પ્રમાણે મહાવ્રત આદિ પાળે છે એવા જૈનાભાસીની વાત કરે છે. કહે છે-તેઓ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, તપ ઇત્યાદિ ચિરકાળ સુધી પાળીને કલેશ પામે તો પામો. શું કહ્યું આ? મહાવ્રત, તપ, સમિતિ, ગુપ્તિ ઇત્યાદિ પાળવાનો જે રાગ છે તે કલેશ છે. છે અંદર?
જુઓ, આ શું કહે છે અહીં? કે જિનાજ્ઞામાં કહેલાં મહાવ્રત અને તપ-એના