૨૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ તેઓ કલેશ કરો તો કરો, આત્માના જ્ઞાન વિના તેમને ધર્મ નથી. ધર્મ તો અંતર્દ્રષ્ટિપૂર્વક અંતર-રમણતા થાય તે છે, અને તે આનંદરૂપ છે.
વળી કોઈ બીજા જિનાજ્ઞામાં કહેલા મહાવ્રત, તપ આદિ બાહ્ય ક્રિયાકાંડ ચિરકાળ સુધી કરી કરીને તૂટી મરે તોપણ તેઓ કલેશને જ પામે છે. તેઓ કલેશ કરે તો કરો, અંતર્દ્રષ્ટિ અને સ્વસંવેદનજ્ઞાન થયા વિના તેમને પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી. ભાઈ! સમ્યગ્દર્શન વિના અજ્ઞાની જે કાંઈ કરે છે તે કલેશ જ છે અને તેનું ફળ ચતુર્ગતિરૂપ સંસાર છે. હવે આવી વાત એને આકરી લાગે છે. પણ ભાઈ! શું થાય? આ તારા હિતની વાત છે બાપા!
અન્યમતી હો કે જૈનમતી (જૈનાભાસી) હો; આત્માના સમ્યગ્દર્શન વિના- અહાહાહા...! અંદર નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા વિરાજે છે તેની પ્રતીતિ ને ભાન વિના-તેઓ જે કાંઈ આચરણ (વ્રતાદિ) કરે તે કલેશ છે, ધર્મ નથી. આ વાત શ્રી અમૃતચંદ્રાચાર્યે મોટેથી પોકારીને ખુલ્લી-પ્રગટ કરી છે. આ કાંઈ બાંધીને (ગુપ્ત) રાખી નથી. કહે છે-જેણે આનંદના નાથને જાણ્યો નથી, તેને મોહનિદ્રામાંથી જગાડયો નથી તે ગમે તેવા અને ગમે તેટલા વ્રતાદિ-ક્રિયાકાંડના આડંબર કરે તોપણ તેનો મોક્ષ થતો નથી.
હવે કહે છે-‘साक्षात् मोक्षः’ જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, ‘निरामयपदं’ નિરામય (રોગાદિ સમસ્ત કલેશ વિનાનું) પદ છે અને ‘स्वयं संवेद्यमानं’ સ્વયં સંવેદ્યમાન છે એવું ‘इदं ज्ञानं’ આ જ્ઞાન તો ‘ज्ञानगुणं विना’ જ્ઞાનગુણ વિના ‘कथम् अपि’ કોઈ પણ રીતે ‘प्राप्तुं न हि क्षमन्ते’ તેઓ પ્રાપ્ત કરી શકતા જ નથી.
અહાહા...! આ જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, સમસ્ત રાગના રોગથી રહિત એવું નિરામય છે અને જે પોતાને પોતાથી વેદનમાં આવે તેવું છે એવું આ જ્ઞાન, જ્ઞાનગુણ વિના, પ્રત્યક્ષ સ્વસંવેદનજ્ઞાન વિના બીજી કોઈપણ રીતે પ્રાપ્ત થઈ શકતું નથી. અહાહા...! પરમ વીતરાગી જે મોક્ષદશા છે તેને જ્ઞાનગુણ વિના, મહાવ્રતાદિ કલેશના કરનારા અજ્ઞાનીઓ બીજી કોઈ રીતે પ્રાપ્ત કરી શકતા નથી. જુઓ, આ લખાણ આચાર્યદેવના છે કે કોઈ બીજાના (સોનગઢના) છે? ભાઈ! તને માઠું લાગે તો માફ કરજે; ક્ષમા કરજે; પણ આ સત્ય છે.
એ તો ત્યાં ‘પદ્મનંદી પંચવિંશતિ’ માં બ્રહ્મચર્યની વ્યાખ્યા કરી છે એમાં કહ્યું છે- શું? કે બ્રહ્મ નામ નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા તેમાં ચરવું, રમવું ને ઠરવું તે બ્રહ્મચર્ય છે. આવી ઘણી બધી વ્યાખ્યા કરીને પછી દિગંબર સંત અતીન્દ્રિય આનંદના અનુભવનારા શ્રી પદ્મનંદી સ્વામી કહે છે-હે યુવાનો! તમને વિષયના રસમાં મજા હોય અને અમારી વાણી તમને ઠીક ન લાગતી હોય તો માફ કરજો; અમે તો