સમયસાર ગાથા-૨૦પ ] [ ૨૧૩ સોળ સોળ કળાએ ચંદ્ર ખીલે છે. તેમ ભગવાન આત્માને મતિ અને શ્રતુજ્ઞાન દ્વારા જે બે કળા ખીલી છે તે આગળ વધતાં જ્ઞાનનો અભ્યાસ-અનુભવ કરવાથી પૂર્ણ કેવળજ્ઞાન કળાએ ખીલી ઊઠે છે. જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાત્ પૂર્ણ કળા પ્રગટે છે; અર્થાત્ જ્ઞાનના અભ્યાસથી-અનુભવથી મુક્તિ થાય છે.
[પ્રવચન નં. ૨૮૧*દિનાંક ૩-૧-૭૭]