Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2139 of 4199

 

૨૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે કે ઉપવાસ કર્યો એટલે નિર્જરા થઈ ગઈ કેમકે ઉપવાસ કરવો તે તપ છે અને તપથી નિર્જરા છે, તથા નિર્જરા તે મોક્ષનું કારણ છે.

ભાઈ! ઉપવાસ કરવો એમાં તો ધૂળેય તપ નથી સાંભળને. એને તપ કહ્યું છે એ તો નિમિત્તથી વ્યાખ્યા છે. બાકી વાસ્તવિક તપ તો એને કહીએ કે જેમાં અચિંત્યદેવ ચિન્માત્રચિંતામણિ પ્રભુ આત્માનો આશ્રય અને અનુભવ હોય. જેને આવો અનુભવ છે તે (સત્યાર્થ) તપનો કરનારો છે અને તેને આત્મસ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ થાય છે. અહા! આનું નામ તપ, આનું નામ ધર્મ ને આનું નામ મોક્ષનો મારગ છે.

બહારમાં જે દેવ-અધિષ્ઠિત ચિંતામણિરત્ન છે એ તો જડ પથ્થર છે. (તે નિરાકુળ આનંદ દેવા સમર્થ નથી). જ્યારે આ ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિ રત્ન છે. આ ચૈતન્યચિંતામણિરત્નની અંતરએકાગ્રતા વડે અનુભવદશા પ્રગટ કરી તેનો જેટલો અનુભવ કરે તેટલો નિરાકુળ અનુપમ આનંદ આવે એવું એ મહા રત્ન છે. અહાહા...! જેમ ભગવાન પરમાત્મા (અરિહંતાદિ) ચૈતન્યચિંતામણિને પ્રાપ્ત કરી પૂરણ આનંદને પ્રાપ્ત થયા છે તેમ ધર્મીને પણ સમ્યગ્દર્શનમાં ચૈતન્યચિંતામણિ રતનની પ્રાપ્તિ છે અને જેટલો જેટલો તે અંતરએકાગ્રતા વડે અંતરરમણતા કરે છે તેટલા તેટલા નિરાકુળ આનંદની તેને પ્રાપ્તિ થાય છે એમ કહે છે. (પૂરણ એકાગ્રતા સિદ્ધ થતાં પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે). આવી વાત છે; સમજાણું કાંઈ?

હવે કહે છે-જ્ઞાની પોતે જ અચિન્ત્ય દેવ અને ચિન્માત્ર-ચિંતામણિ છે માટે, ‘सर्व–अर्थ–सिद्ध–आत्मतया’ જેના સર્વ અર્થ સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી...

જોયું? વ્યવહારના વિકલ્પથી ભેદ કરીને ચૈતન્યચિંતામણિ રતન અને પોતે જ દેવ છે એવા આત્મામાં જેની દ્રષ્ટિ પડી છે તેનું સ્વરૂપ કહે છે કે -તેને ભગવાન આત્માની સ્વાનુભવમાં પ્રાપ્તિ થઈ હોવાથી જેના સર્વ અર્થ સિદ્ધ થયા છે એવા સ્વરૂપે તે થયો છે. જુઓ, છે અંદર? કે ‘જેના સર્વ અર્થ સિદ્ધ થયા છે એવા સ્વરૂપે હોવાથી’... અહાહા...! ભગવાન આત્માનો દ્રષ્ટિમાં લાભ થયો તો તેનાં સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયાં એમ કહે છે.

પ્રશ્નઃ– શું તેને પરિપૂર્ણ સુખ પ્રાપ્ત થઈ ગયું? સમાધાનઃ– ભાઈ! તેને પરિપૂર્ણ સુખ પ્રાપ્ત થશે જ; તેથી તેનાં સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયાં એમ કહ્યું છે. જેને આત્મલાભ થયો અને સમ્યગ્દર્શન થયું તેને વર્તમાનમાં નિરાકુલ આનંદની પ્રાપ્તિ છે અને અલ્પકાળમાં પૂરણ આનંદની પ્રાપ્તિ થશે. માટે તેનાં સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયાં છે-એમ કહે છે.

અહા! આવો પોતે દેવાધિદેવ પરમાત્મસ્વરૂપે અંદર સદા બિરાજમાન છે છતાં