સમયસાર ગાથા-૨૦૬ ] [ ૨૨૭ અજ્ઞાની તેને (-પોતાને) ભૂલીને પદ્માવતી અને ક્ષેત્રપાલ આદિને આરાધે છે! અરે! આ તને શું થયું છે પ્રભુ? આ તું કયાં રખડવા જા’ છો? ભગવાન! તું ચૈતન્ય-ચિંતામણિ છો ને! તેને ઓળખી તેમાં જા ને! ત્યાં તને અદ્ભુત આનંદ આવશે, માનો સર્વ અર્થ સિદ્ધ થઈ ગયાં હોય તેવો નિરાકુળ આનંદ પ્રાપ્ત થશે. આવી વાત છે. ભાઈ! આ પરમ સત્ય વસ્તુ છે. આ કોઈ કલ્પનાની કે કોઈના પક્ષની ચીજ નથી.
અહાહા...! કહે છે-ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિ અને અચિંત્ય શક્તિવાળો દેવ છે. તેનું જ્યાં અંતરમાં ભાન થયું ત્યાં સર્વ અર્થ સિદ્ધ થઈ ગયા. હવે કહે છે-
‘ज्ञानी’ જ્ઞાની ‘अन्यस्य परिग्रहेण’ અન્યના પરિગ્રહથી ‘किम् विधत्ते’ શું કરે?
ગજબ વાત છે ભાઈ! કહે છે-જ્ઞાનીને અન્ય પરિગ્રહણથી એટલે કે શુભાશુભ ક્રિયાથી-પુણ્ય-પાપના પરિણામથી અને દ્રવ્ય-ગુણ આદિના ભેદના વિચારોથી હવે શું કામ છે? શું કહ્યું એ? કે ચિંતામણિ દેવ ભગવાન આત્મા જ્યાં અંતરમાં પ્રાપ્ત થયો-ગ્રહણમાં આવ્યો ત્યાં હવે તેને અન્ય પરિગ્રહણથી-જડના પરિગ્રહણથી શું કામ છે? અંદરમાં શુભાશુભ વિકલ્પો જે ઊઠે છે એનાથી એને શું પ્રયોજન છે? હવે આવી વાત છે ત્યાં અજ્ઞાની કહે છે કે વ્યવહારથી-શુભરાગથી નિશ્ચય થાય છે. અહીં કહે છે-જ્ઞાનીને એનાથી (વ્યવહારના વિકલ્પથી) શું પ્રયોજન છે? બેમાં આવડો મોટો ફેર છે! સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-જ્ઞાની અન્ય પરિગ્રહણ શા માટે કરે? તે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના વિકલ્પોનું પરિગ્રહણ શું કામ કરે? કેમકે એને હવે કાંઈ કરવાનું નથી. જેને અનંત ગુણનું ગોદામ-સંગ્રહાલય એવો ચિંતામણિસ્વરૂપ ભગવાન આત્મા જ્યાં મળ્યો ત્યાં એને આવા (-જડ) વિકલ્પોનો સંગ્રહ કરીને શું કામ છે? જેમ કોઈને ચિંતામણિ રત્ન હાથ આવ્યું છે તે પૈસા આદિ સામગ્રીને સંઘરતો નથી કેમકે તેને જ્યારે જે જોઈએ ત્યારે તે સર્વ ચિંતવેલું મળી જાય છે. તેમ ભગવાન આત્મા જે ચૈતન્યચિંતામણિ દિવ્યશક્તિનો ધારક પોતે દેવ છે તે જેને પ્રાપ્ત થયો તે વિકલ્પોના પરિગ્રહણમાં પડતો નથી કેમકે સ્વસ્વરૂપમાં જ એકાગ્ર થતાં નિરાકુલ આનંદની પ્રાપ્તિ થઈ જાય તેવો આત્મા પોતે જ દેવ છે. આવું પોતાનું સ્વરૂપ છે તોપણ અરે! પૈસાના ઢગલા અને શરીરની સુંદરતા- નમણાઈ અને વચનની મધુરતા ઇત્યાદિની રુચિ આડે અજ્ઞાનીને તેનો મહિમા આવતો નથી! પરના માહાત્મ્યમાં રોકાઈને તે સ્વને ભૂલી ગયો છે! પણ ભાઈ! એનું ફળ બહુ આકરું આવશે બાપા!
અહી કહે છે-ધર્મીને વિકલ્પથી શું પ્રયોજન છે? વ્યવહારથી શું પ્રયોજન છે? તો શું ધર્મીને વ્યવહાર હોતો જ નથી? સમાધાનઃ– વ્યવહાર હો; ધર્મીને (યથાસંભવ) વ્યવહાર હોય છે પણ એનું