સમયસાર ગાથા-૨૦૬ ] [ ૨૨૯ અકસ્માતમાં કેવો કચ્ચરઘાણ નીકળે છે? અરરર! આ દશા! રસ્તામાં બિચારાં પ્રાણીઓનો કચડાઈને કચ્ચરઘાણ નીકળી ગયો હોય છે. ભાઈ! તેને ખબર નથી પણ રાગની રુચિમાં તારા સ્વભાવનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. માટે રાગની -વ્યવહારની રુચિ તું એકવાર છોડ અને ચૈતન્યચિંતામણિ આનંદકંદ પ્રભુ આત્માની રુચિ કર. એમ કરતાં તું ન્યાલ થઈ જઈશ, તને ચૈતન્યચિંતામણિ પ્રાપ્ત થશે, તને સર્વ પ્રયોજન સિદ્ધ થશે.
અહીં કહે છે-જેને ચૈતન્યચિંતામણિ અમૃતના નાથ પ્રભુ આત્માની રુચિ થઈ છે એવો જ્ઞાની અન્યને પકડીને શું કરે? રાગ હો ભલે, પણ તેનો પરિગ્રહ-પકડ કરીને જ્ઞાની શું કરે? જેનાથી સર્વ પ્રયોજન સિદ્ધ થાય એવો ચૈતન્યચિંતામણિ હાથ આવ્યો પછી રાગથી-વ્યવહારથી એને શું મતલબ? જ્ઞાનીને તો ક્ષણે ક્ષણે અશુદ્ધતાની અને કર્મની નિર્જરા જ થાય છે. હવે જે નિર્જરે છે-ટળી જાય છે તેને જ્ઞાની કેમ પકડે? અહાહા...! જેને સ્વાશ્રયમાં અદ્ભુત આનંદ વેદાય છે તે હવે દુઃખકારી રાગને કેમ પકડે? અને તે હવે નવીન કર્મબંધમાં નિમિત્ત કેમ થાય? એને તો હવે નિર્જરા જ છે. ભાઈ! થોડું લખ્યું ઘણું કરીને માનજો, (બધું કરીને માનજો.) સમજાણું કાંઈ...?
‘આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે.’
આત્મા જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. તેમાં નથી રાગ કે નથી સંસાર, નથી શરીર કે નથી કર્મ. આવું જે આત્મતત્ત્વ છે તે જ્ઞાનમૂર્તિ છે અને તે જ પોતે અનંત શક્તિનો ધારક દેવ છે. ભાઈ! આ અરિહંત દેવ તો તારે માટે પર છે; તે કાંઈ તારા દેવ નથી. તારો દેવ તો અનંત શક્તિનો ધારક એવો જ્ઞાનમૂર્તિ ભગવાન તું પોતે જ છો. વળી તું સર્વ કાર્યની સિદ્ધિ કરે એવો ચૈતન્યચિંતામણિ છો. તું પોતાથી કાર્યની સિદ્ધિ કરનારો દેવ છો. મતલબ કે રાગના કારણે વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે એમ નથી.
અહાહા...! ચૈતન્યચિંતામણિ રતન ભગવાન આત્મા છે. તેથી તેની વાંછિત ભાવના સિદ્ધ થાય તેવું તેનું કાર્ય પોતાથી જ થાય છે; તેને રાગ કે નિમિત્તની અપેક્ષા નથી. જીણી વાત છે ભાઈ! પ્રભુ! તું પોતે જ અંદર ચૈતન્યચિંતામણિ દેવ અને ભગવાન છો. અરે! પણ એને કયાં એની ખબરેય છે? એ તો આ ધૂળ-પૈસામાં ભરમાઈ ગયો છે અને માને છે કે-અમે કરોડપતિ, આ ભંડાર મારો, આ બાયડી-છોકરાં મારાં ઈત્યાદિ. પણ બાપુ! એ તો બધી જડની સંપદા જડ છે, પર છે. (તારા ભાગે તો