अप्पाणमप्पणो परिगहं तु णियदं वियाणंतो।। २०७।।
आत्मानमात्मनः परिग्रहं तु नियतं विजानन्।। २०७।।
[आत्मनः परिग्रहं] પોતાનો પરિગ્રહ [विजानन्] જાણતો થકો [कः नाम बुधः] ક્યો જ્ઞાની [भणेत्] એમ કહે કે [इदं परद्रव्यं] આ પરદ્રવ્ય [मम द्रव्यम्] મારું દ્રવ્ય [भवति] છે?
સ્વામી છે-એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી “આ મારું ‘સ્વ’ નથી, હું આનો સ્વામી નથી” એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી (અર્થાત્ પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી).
ભાવાર્થઃ– લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થજ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.
હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છેઃ- _________________________________________________________________
૧. સ્વ = ધન; મિલકત; માલિકીની ચીજ.