Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2145 of 4199

 

૨૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

* ગાથા ૨૦૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જે જેનો સ્વભાવ છે તે તેનું સ્વ છે અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છે- એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે,...’

શું કહ્યું? કે આત્માનો-પોતાનો જે સ્વભાવ છે તે તેનું-પોતાનું સ્વ છે. અહાહા...! પોતાનો જે ત્રિકાળી જ્ઞાનાનંદ સ્વભાવ છે તે પોતાનું સ્વ છે અને પોતે તેનો સ્વામી છે. -આમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ જાણે છે. જુઓ, ભગવાન આત્મા સૂક્ષ્મ નિર્વિકલ્પ વસ્તુ છે. તેને જ્ઞાની સૂક્ષ્મ ને તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિથી પકડે છે. ભાઈ! આત્મા સ્થૂળ એવા શુભાશુભ વિકલ્પોથી પકડાય એવી ચીજ નથી. જ્ઞાની તેને સૂક્ષ્મ ને તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિ વડે પકડે છે. અહાહા...! આત્મા સૂક્ષ્મ ને તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિથી એટલે કે અંતર્મુખ થયેલા ઉપયોગ વડે જ પકડાય એવી ચીજ છે. જ્ઞાની આવી સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી પોતાના આત્માને જ પોતાનો પરિગ્રહ નિયમથી જાણે છે.

ધર્મી ચક્રવર્તી હોય તે છ ખંડના રાજ્યવૈભવમાં પડેલો દેખાય, પણ આ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા તે જ હું છું, એ જ મારો પરિગ્રહ છે એવું અંતરમાં તેને નિરંતર ભાન હોય છે. આ સ્ત્રી-કુટુંબ પરિવાર ને છ ખંડનું રાજ્ય હો, પણ તે મારું કાંઈ નથી. અરે! આ દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિના જે ભાવ આવે છે તે પણ મારા કાંઈ નથી. મારો તો એક જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા છે, ભગવાન આત્માનો જ મને પરિગ્રહ છે-એમ તે માને છે. લ્યો, આ જ્ઞાનીનો પરિગ્રહ! અહો! એક આત્મા જ જ્ઞાનીનો પરિગ્રહ છે. જ્યારે અજ્ઞાની બહારનો ધનવૈભવ અને રાગાદિ ભાવોને પોતાનો પરિગ્રહ માને છે. અહા! તે મૂઢ છે.

પ્રશ્નઃ– શું આત્માને આત્માનો પરિગ્રહ હોય? સમાધાનઃ– હા; કેમકે જ્ઞાનીએ આત્માને પકડયો છે ને? પરિ એટલે સર્વથા-સર્વ પ્રકારે અને ગ્રહ એટલે પકડવું. જ્ઞાનીએ એક આત્માને જ પકડયો છે; માટે જ્ઞાનીને તો આત્મા જ પરિગ્રહ છે.

પ્રશ્નઃ– આ તો એક નવો પરિગ્રહ કહ્યો; અમે તો પૈસા આદિને પરિગ્રહ માનતા હતા.

સમાધાનઃ– નવો તો કાંઈ નથી; અનાદિકાળથી આત્માને આત્માનો જ પરિગ્રહ છે. ભાઈ! પૈસા-હીરા-માણેક-મોતી-રતન ઇત્યાદિ તો બધાં ધૂળ-પુદ્ગલ છે, પર છે. તે કય ાંથી તેનો (આત્માનો) પરિગ્રહ હોય?