સમયસાર ગાથા-૨૦૭ ] [ ૨૩પ પણ ભાઈ! એનો સ્વામી તું કયાંથી થયો? એ જડ, તું ચેતન; એનો-જડનો સ્વામી તું કેમ હોય? અરે! પ્રભુ! તું આમાં (પરનો સ્વામી થઈને) કયાં સલવાણો? તું તો ચૈતન્યચિંતામણિ અનંત આનંદનો સાગર છો ને પ્રભુ! હવે એમાં આ બીજાં મારાં છે અને હું એનો સ્વામી છું એ કયાંથી આવ્યું? અરે! તું જો તો ખરો કે આ ભરતાદિ ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય ને છન્નુ છન્નુ હજાર રાણીઓનો સંયોગ હોવા છતાં એમાં કય ાંય આત્મબુદ્ધિ કે સ્વામીપણું નથી! ન્યાલભાઈ સોગાનીજીએ કહ્યું છે કે ચક્રવર્તીએ છ ખંડ નથી સાધ્યા, એણે તો એક અખંડ આત્માને સાધ્યો છે. જગતથી સાવ જુદો આવો બાપુ! વીતરાગનો મારગ છે. આવો માર્ગ ને આવી વાત બીજે કયાંય નથી. બીજે તો બધે ગપેગપ છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– તો શું સોનગઢ સિવાય વીતરાગનો માર્ગ કયાંય નથી? ઉત્તરઃ– અરે ભાઈ! આત્મા સિવાય (આત્માને પકડવા સિવાય) બીજે કયાંય નથી એમ વાત છે. કહ્યું ને કે-જ્ઞાની પરદ્રવ્યને આ મારું સ્વ નથી હું એનો સ્વામી નથી એમ જાણે છે. વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ ઊઠે છે તે મારું સ્વ નથી એમ ધર્મી જાણે છે. એ સિવાય અજ્ઞાની કયાં એવું માને છે? અજ્ઞાની તો વ્યવહારરત્નત્રયથી લાભ માને છે અને તેથી તે વ્યવહાર-મૂઢ છે.
પ્રશ્નઃ– વ્યવહારરત્નત્રય છે તો આત્મા અનુભવમાં આવે છે ને? સમાધાનઃ– ભાઈ! એમ નથી બાપા! વ્યવહારરત્નત્રય છે એ તો રાગ છે. આત્માની એ ચીજ જ નથી ત્યાં એનાથી આત્માનુભવ થાય એ વાત કયાં રહી? રાગથી વીતરાગતા થાય એ વાત જ મહા વિપરીત છે. ભાઈ! તારી એ દ્રષ્ટિમાં ઘણી ઉંધાઈ છે, પાર વિનાની ઉંધાઈ છે. બાપુ! એને લઈને તું વર્તમાન દુઃખી જ છો અને ભવિષ્યમાં પણ દુઃખના ડુંગરે રખડવું પડશે.
અહીં કહે છે-‘તેથી આ મારું સ્વ નથી ને હું આનો સ્વામી નથી એમ જાણતો થકો જ્ઞાની પરદ્રવ્યને પરિગ્રહતો નથી. અહીં પરદ્રવ્ય શબ્દે જે વ્યવહારરત્નત્રયનો રાગ છે તેનો પણ સમાવેશ થઈ જાય છે કેમકે રાગ કાંઈ સ્વદ્રવ્યભૂત-આત્મભૂત નથી. ઓહો! સ્વદ્રવ્ય તો દિવ્યશક્તિમાન ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા છે; જ્યારે દયા, દાન આદિ વિકલ્પ તેમ જ એ પુણ્યના ફળ તરીકે આ જે ધૂળ-સંયોગ મળેલ છે તે બધુંય પરદ્રવ્ય છે. તે બધાં (પરદ્રવ્ય) મારાં છે નહિ અને હું તેનો સ્વામી નથી. આવું જાણતો જ્ઞાની તે બધાને ગ્રહતો નથી.
ભાઈ! જે જડનો સ્વામી થાય તે જડ થઈ જાય. જેમ ભેંસનો સ્વામી પાડો હોય છે તેમ ‘આ જડ બધાં મારાં છે’-એમ જડનો સ્વામી થાય તે જડ છે એટલે કે તે મૂઢ છે એમ કહે છે. આકરી વાત બાપા! અહીં કહે છે-જ્ઞાની પરદ્રવ્યને