સમયસાર ગાથા-૨૦૮ ] [ ૨૪૯ સમ્યગ્દર્શન પામવાનો તે સ્વકાળ હતો. સ્વકાળ એટલે? દ્રવ્યના પ્રત્યેક પરિણમનની જન્મક્ષણ હોય છે અર્થાત્ વસ્તુ ક્રમબદ્ધ પરિણમે છે. પણ આવું જ્ઞાન યથાર્થ કોને થાય છે? કે જેની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાયક ઉપર પડેલી છે તેને. અહા! કેવળજ્ઞાનની ને વસ્તુના ક્રમબદ્ધ પરિણમનની યથાર્થ પ્રતીતિ તેને થાય છે જેની દ્રષ્ટિ શુદ્ધ દ્રવ્ય ઉપર પડી હોય છે, અને તેને જ સમકિતનો સ્વકાળ પાકે છે. સમજાણું કાંઈ...?
[પ્રવચન નં. ૨૮૬ (શેષ)*દિનાંક પ-૧-૭૭]