સમયસાર ગાથા-૨૦૯ ] [ ૨પ૧ [सामान्यतः] સામાન્યતઃ [अपास्य] છોડીને [अधुना] હવે [स्वपरयोः अविवेकहेतुम् अज्ञानम् उज्झितुमनाः अयं] સ્વ-પરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ [भूयः] ફરીને [तम् एव] તેને જ (-પરિગ્રહને જ-) [विशेषात्] વિશેષતઃ [परिहर्तुम्] છોડવાને [प्रवृत्तः] પ્રવૃત્ત થયો છે.
ભાવાર્થઃ– સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યો અને હવે (હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જુદાં જુદાં નામ લઈને) છોડે છે. ૧૪પ.
‘વળી આ (નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે.’ હું તો જ્ઞાતા જ છું, પરિગ્રહ મારો નથી-એમ મારો નિશ્ચય છે એમ હવે કહે છેઃ-
‘પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું;...’
અહાહા...! હું તો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી પૂરણ ભરેલો, શાશ્વત, શુદ્ધ ટંકોત્કીર્ણ જ્ઞાયકસ્વભાવી પ્રભુ આત્મા છું એવી જેને અંતરમાં દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની છે, ધર્મી છે. નિજ આત્મદ્રવ્યમાં જ અહંબુદ્ધિ હોવાથી ધર્મીને પરદ્રવ્યમાંથી અહંબુદ્ધિ છૂટી ગઈ હોય છે. ધર્મી જીવ કહે છે-પરદ્રવ્ય છેદાઓ તો છેદાઓ; મને શું છે? અહાહા...! મારાથી ભિન્ન પરદ્રવ્ય-આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, કર્મ ઈત્યાદિ છેદાઈજાય તોપણ મને કાંઈ નથી કેમકે તે મારી કાંઈ (સંબંધી) નથી. અહા! આ શરીરાદિકના છેદ-છેદ-ટુકડા-ટુકડા થઈ જાય તોપણ મને કાંઈ નથી કેમકે તે મારી ચીજ નથી. આ શરીરાદિ તો જડ-અજીવ ધૂળ-માટી છે, એ કયાં આત્મા છે?
પ્રશ્નઃ– શરીર જડ, ધૂળ-માટી છે, પણ કયારે? જીવ ચાલ્યો જાય ત્યારે ને? સમાધાનઃ– અરે ભાઈ! આ શરીર અત્યારે પણ જડ, માટી છે. જીવ ચાલ્યો જાય ત્યારે તો જડ છે જ; પરંતુ અત્યારે પણ તે જડ, માટી જ છે. વળી અત્યારે _________________________________________________________________
समस्तम् एव परिग्रहम्] સ્વ-પરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને [सामान्यतः] સામાન્યતઃ [अपास्य] છોડીને [अधुना] હવે, [अज्ञानम् उज्झितुमनाः अयं] અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, [भूयः] ફરીને [तम् एव] તેને જ [विशेषात्] વિશેષતાઃ [परिहर्तुम्] છોડવાને [प्रवृत्तः] પ્રવૃત્ત થયો છે.