अपरिग्रहस्तु धर्मस्य ज्ञायकस्तेन स भवति।। २१०।।
તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦.
[च] અને [ज्ञानी] જ્ઞાની [धर्मम्] ધર્મને (પુણ્યને) [न इच्छति] ઇચ્છતો નથી, [तेन] તેથી [सः] તે [धर्मस्य] ધર્મનો [अपरिग्रहः तु] પરિગ્રહી નથી, [ज्ञायकः] (ધર્મનો) જ્ઞાયક જ [भवति] છે.
ટીકાઃ– ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
જ્ઞાનીને ધર્મનો (પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છેઃ-
‘ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી.’ શું કહ્યું? કોઈ પણ પદાર્થની ઇચ્છા થવી તે પરિગ્રહ છે. પદાર્થ-વસ્તુ પરિગ્રહ નથી પણ ઇચ્છા પરિગ્રહ છે. જેને ઇચ્છા નથી તેને પરિગ્રહ નથી. ધર્મીને પરવસ્તુ મારી છે-એમ ઇચ્છા જ નથી. પરવસ્તુમાં મારાપણાની ધર્મીને ભાવના હોતી નથી. અહા! ધર્મપ્રાપ્તિની બહુ આકરી શરત છે! કેમકે ઇચ્છા એ જ મૂર્ચ્છા છે ને મૂર્ચ્છા-મિથ્યાત્વ એ જ પરિગ્રહ છે.
હવે કહે છે-‘ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી.’ ‘ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે.’ અહીં મિથ્યાત્વ સહિતની ઇચ્છાને ઇચ્છા કહી