Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2182 of 4199

 

સમયસાર ગાથા-૨૧૧ ] [ ૨૬૯

ભાઈ! એણે (જીવે) પુણ્ય કર્યું, વ્રત પાળ્‌યાં, તપ કર્યાં, ભગવાનની ભક્તિ કરી ને પૂજા પણ અનંતવાર કરી છે. પરંતુ અરે! અનંતકાળમાં એક ક્ષણમાત્ર પણ કયારેય એને ધર્મ કર્યો નથી. કેમ? કેમકે એ શુભરાગને એણે આત્માનો ધર્મ માન્યો છે. પણ ભાઈ! એ શુભરાગમાં આત્માના સ્વભાવનો અભાવ છે અને આત્માના સ્વભાવમાં શુભરાગનો અભાવ છે. તેવી રીતે અશુભરાગમાં આત્માના સ્વભાવનો અભાવ છે અને આત્મસ્વભાવમાં અશુભરાગનો અભાવ છે. તેથી શુભરાગની જેમ જ્ઞાની અશુભરાગને- અધર્મને ઇચ્છતો નથી.

અહા! કહે છે-‘જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી.’

અહા! જ્ઞાની અધર્મને એટલે પાપભાવને ઇચ્છતો નથી છતાં તે પાપભાવ કમજોરીથી આવે છે. ભારે વિચિત્ર વાત ભાઈ! તેની જન્મક્ષણ છે તો તે આવે છે પણ જ્ઞાનીને એની ભાવના નથી. પાપભાવ મને હો એનાથી મને લાભ છે-એવી બુદ્ધિ જ્ઞાનીને હોતી જ નથી. માટે, જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી, અર્થાત્ જ્ઞાનીને પાપની પકડ નથી. જ્ઞાની તો જે પાપભાવ આવે છે તેનો માત્ર (પરજ્ઞેયપણે) જાણનાર જ રહે છે. આ પાપભાવ મારો છે એમ જ્ઞાનીને પકડ નથી.

પ્રશ્નઃ– જ્ઞાની પાપભાવને જાણે છે તો શું તેને દૂર કરવાનો ઉપાય નથી કરતો? સમાધાનઃ– ભાઈ! તેને જ્ઞાની જાણે જ છે-એ જ તેને દૂર કરવાનો ઉપાય છે. અહા! અંદર આત્માની ભાવના છે, અંતરમાં એકાગ્રતા થાય છે-એ જ વિકલ્પને દૂર કરવાનો ઉપાય છે. વળી ખરેખર તો તેને (વિકલ્પને) દૂર કરવો એવું પણ કયાં છે? એ તો પોતાના જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માની એકાગ્રતાના અભ્યાસથી તે પુણ્ય પાપના વિકલ્પોનો ક્રમશઃ નાશ થઈ જાય છે; અર્થાત્ પોતાના ‘ચૈતન્યસ્વભાવની એકાગ્રતાનો અભ્યાસ કરવો એ જ કર્તવ્ય છે, એ જ ઉપાય છે.

અહા! જ્ઞાનીને રાગભાવ હોય છે, પણ તેની એને ઇચ્છા નથી; માટે જ્ઞાનીને પરિગ્રહ નથી. ‘શ્રીમદ્ રાજચંદ્ર’ માં આવે છે ને કે-

‘કયા ઇચ્છત ખોવત સબૈ, હૈ ઇચ્છા દુઃખ મૂલ.’

હવે જ્યાં આમ છે ત્યાં જ્ઞાનીને કોની ઇચ્છા હોય? આનંદસ્વરૂપ ભગવાન આત્માની ભાવના હોય કે દુઃખરૂપ વિકારની-શુભાશુભ વિકલ્પની ભાવના હોય? શુભ- અશુભ વિકલ્પની ભાવના તો બંધન છે અને એ તો અજ્ઞાનીને હોય છે. જ્ઞાનીને તો વિકાર હોવા છતાં વિકારની ભાવના નથી, ઇચ્છા નથી. માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી, પકડ નથી. આ રીતે એને નિર્જરા થઈ જાય છે. આવો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! દુનિયા તો બહારમાં-સ્થૂળ રાગમાં-ધર્મ માની બેઠી છે પણ સર્વજ્ઞ પરમેશ્વરે